ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, ઓનલાઈન કરી શકશો ચેક
ધોરણ 12 સાયન્સ અને ધોરણ-10 બોર્ડના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાના અંત આવવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામો આવતી કાલે જાહેર કરવામાં આવશે
આવતી કાલે સવારે 8 વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. આ પરિણામ જાહેર થયા બાદ આગામી સમયમાં કૉલેજમાં એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.
જણાવી દઈએ કે, રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ગઈકાલે જ રાજ્યમાં હાલની કોરોના મહામારીના પગલે સ્કૂલો અને કૉલેજો આગામી 15 ઓગસ્ટ સુધી નહી ખોલવાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. કોરોનાના પગલે આ પરિણામ પણ ઓનલાઈન જ મૂકવામાં આવશે. આ પરિણામ માત્ર આગામી પ્રવેશ પ્રક્રિયા માટે ઉપયોગમાં લઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સ પ્રવાહ અને થોડા દિવસ પહેલા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ધોરણ 12- સામાન્ય પ્રવાહમાં કુલ 5,27,140 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓ તેમના પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. આથી આવતીકાલે તેમના માટે મોટો દિવસ બની રહેશે વિદ્યાર્થીઓ માટે ખૂબજ પ્રસનીય દિવસ હસે.
અજયસિંહ ચૌહાણ પંચમહાલ
ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, ઓનલાઈન કરી શકશો ચેક
Views 57