લોકડાઉનની ફરીથી અફવા ફેલાવી પંચમહાલ ના હોલસેલ વેપારીઓએ નાના વેપારીઓમાં અરાજક્તા ફેલાવી 400% નો વધારો કરી લૂંટ ચલાવી

Views 53

લોકડાઉનની ફરીથી અફવા ફેલાવી પંચમહાલ ના હોલસેલ વેપારીઓએ નાના વેપારીઓમાં અરાજક્તા ફેલાવી 400% નો વધારો કરી લૂંટ ચલાવી

વિમલ. સ.હિત તમાકુ પ્રોડકટના ભાવ વધારી દેતા નાના ધંધાદારી અટવાયા
ગુજરાત રાજ્યમાં ત્રણ મહિના લોકડાઉન બાદ ૧ જુનથી ધંધા રોજગાર માટે રાજ્ય સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી છે. જેને લઈ ધંધા રોજગાર પૂન: રાબેતા મુજબ થવા આવ્યા છે. ત્યારે કેટલાક લોકો દ્વારા ફરીથી લોકડાઉન કરવામાં આવનાર છે. તેવી અફવા ફેલાવામાં આવી રહી છે. લોકડાઉનની અફવાનો ફાયદો ગોધરા શહેરમાં તમાકુ પ્રોડકટ, મિરાજ, વિમલ, સીગારેટના ભાવમાં ૧૦૦ થી ૨૦૦ ટકા જેટલો વધારો કરીને લુંટ ચલાવામાં આવી રહી છે. હોલસેલ વેચાણ કરતા વેપારીઓ પોતાના આર્થિક લાભ માટે લોકો લોકડાઉનની અફવાને હવા આપી તમાકુ, પાન-મસાલાના ભાવમાં ઘરખમ વધારો કરી નાના વેપારીઓને લુંટી રહ્યા છે.
દેશભરમાં ૨૩ માર્ચ થી કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કપરા કાળમાં લોકો આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આખરે રાજ્ય સરકાર દ્વારા ૧ જુનથી રાજ્યમાં તમામ ધંધા રોજગાર સોશ્યલ ડીસ્ટન્સ સાથે શ‚ કરવાની છુટછાટ આપવામાં આવી. સરકાર દ્વારા ત્રણ મહિના જેવા લોકડાઉનના બાદ ધંધા રોજગાર પૂન: શરૂ કરવામાં આવતાં બજારો વેપાર ધંધાથી માંડ રાબેતા મુજબ થઈ રહ્યા છે. ત્યારે ગોધરા સહિત જીલ્લામાં સરકાર દ્વારા ૧૫ જુનથી ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી અફવા એ જોર પકડયું છે. ફરીથી લોકડાઉનની અફવાને ફાયદો ગોધરા શહેરમાં તમાકુ પ્રોડકટની ચીજવસ્તુ જેવી વિમલ, મિરાઝ, સીગારેટ, બીડી જેવી વસ્તુઓ જે ત્રણ મહિનાના લોકડાઉના સમયગાળામાં તમાકુ પ્રોડકટની ચીજવસ્તુ વિમલ પેકેટના ૭૦૦ થી ૯૦ રૂપીયા, મિરાજનાના ૭૦૦ થી ૯૦૦ રૂપીયા જેવા મન માન્ય ભાવ લઈને કાળાબજાર દ્વારા કમાણી કરવામાં આવી તેવા હોલસેલ વેપારીઓને લોકડાઉનમાં ૧ જુનથી છુટછાટ બાદ તમાકુ પ્રોડકટના વેચાણ માટે છુટછાટ બાદ ભાવ રેગ્યુલર થઈ જવા પામ્યા હતા. તે હોલસેલના વેપારીઓ પચાવી શકયા નથી. વિમલ પેકેટના મૂળ ભાવ ૧૨૫ રૂપીયાના ૭૦૦ થી ૯૦૦ રૂપીયા વેચાણ કરીને લુંટ ચલાવવામાં આવી તે આદત છોડવા માંગી રહ્યા નથી. તેવામાં ગુજરાત રાજ્યમાં ૧૫ જુન થી ફરી લોકડાઉન કરવામાં આવશે તેવી અફવાના પગલે ગોધરાના તમાકુ પ્રોડકટની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોલસેલ વેપારીઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. બે દિવસ થી ફરી લોકડાઉન થવાની અફવા સાથે તમાકુ પ્રોડકટના વેપારીઓ વિમલ પેકેટ ઉપર ૧૦૦ થી ૨૦૦ ટકા વધારો તેમજ અન્ય તમાકુ પ્રોડકટ ઉપર મૂળ કિંમત વધારે ભાવ લઈને ખુલ્લેઆમ લુંટ ચલાવવાની શ‚આત કરવામાં આવી છે. જેને લઈ પાનના ગલ્લાવાળાના ધંધાદારીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે. ગોધરા શહેરમાં તમાકુ પ્રોડકટનું વેચાણ કરતા હોલસેલ વેપારીઓ દ્વારા ચલાવામાં આવતી ઉધાડી લુંટને રોકવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જ રૂરી છે.
પંચમહાલ મા પાન-મસાલાના વેપારીઓએ લોકડઉનના થવાના પગલે અરાજકતા ફેલાવી ગોધરા તેમજ આજુબાજુના નાના વેપારીઓ પાસે બમણાં ભાવે માલ વેચી દુકાનો બંધ કરી રવાના થયા ત્યારે કોરોના મહામારી વચ્ચે વેપારીઓ દ્વારા લોકડાઉન થવાનું હોવાનું નાના વેપારીઓને જણાવી શહેરમાં એક લોકડાઉન થવાની દહેશત વચ્ચે નાના વેપારીઓને મોટા હોલસેલ વેપારીઓએ લુંટી લીધા છે. ખોટી રીતે સામાન્ય માણસમાં અરાજકતા ફેલાવતા તંત્ર એ પોતે ફરીયાદી થઈ લોકોને સાંત્વના આપવી જરૂરી બન્યું છે. સાથે ખોટી અફવા ફેલાવનારને સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામા આવે તે જરૂરી બન્યું છે.
પંચમહાલ જિલ્લાના કલેક્ટર ને પણ રજુઆત કરાઈ
મોટા વેપારીઓએ ફેલાવેલી લોકડાઉનની મૌખિક નાના વેપારીઓમાં માનસીક અસર થવા પામી છે. લોકોમાં આવી ખોટી અફવાથી સામાન્ય જનતામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેથી કલેકટરને રજુઆત આ અંગે કરાઈ છે.
અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *