મહેસાણા જિલ્લામાં બુધવારે કોવિડ-૧૯ના ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા
જિલ્લામાં આજ દિન સુધી ૧૬૧ કોવિડ-૧૯ના પોઝીટીવ કેસ નોંધાયા
મહેસાણા
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ ૦૯ જુન સુધીમાં ૨૧૮૪ સેમ્પલ લેવાયેલ છે જે અંતર્ગત
૧૯૯૪ સેમ્પલ નેગેટીવ આવેલ છે. મહેસાણા જિલ્લામાં બુધવારે ૭૫ સેમ્પલનું પરીણામ આવેલ હતું જેમાં ૭૩
સેમ્પલના પરીણામ નેગેટીવ આવેલ છે. તેમજ ૦૨ સેમ્પલના પરીણામ પોઝીટીવ આવેલ છે.
હાલમાં જિલ્લામાં ૯૬ સેમ્પલના પરીણામ પેન્ડીંગ છે. જિલ્લામાં આજે ૦૫ દર્દીઓ સાજા થતાં રજા
આપવામાં આવેલ છે. જિલ્લામાં હાલમાં કુલ પોઝીટીવ કેસ ૧૬૧ થયેલ છે.જિલ્લામાં કોવિડ-૧૯ના ૪૪ કેસ
એક્ટીવ છે તેમજ આજ દિન સુધી ૧૦૪ દર્દીઓ કોરાનાને પરાસ્ત કરેલ છે.જિલ્લામાં ઝાયડસ હોસ્પિટલ
અમદાવાદ ખાતે એક પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
જિલ્લામાં નોંધાયેલ ત્રણ કોવિડ-૧૯ના કેસોની વિગતો જોઇએ તો..(૧)પટેલ તનુષ્કભાઇ એન જેઓ મણીપુર
લાડોલ વિજાપુર રહે છે ૪૩ વર્ષીય તનુષ્કભાઇની હિસ્ટ્રી SARI છે.જેઓને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ
કોલેજ વડનગર ખાતે દાખલ કરેલ છે. (૨)સાહિદાબેન આઇ સિપાઇ જેઓ ૬૨ વર્ષીય છે બોરવેલ
ખદલપુરના વતની સાહિદાબેનની હિસ્ટ્રી SARI છે જેઓને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ મહેસાણા ખાતે દાખલ
કરેલ છે. (૩)૬૧ વર્ષીય સંજીવકુમાર શાહ જેઓ એટલાન્ટા પાર્ક,કરણનગર રોડ કડી ખાતે રહે છે જેઓની
હિસ્ટ્રી ડાયાબીટીસ અને હાયપરટેન્શન છે જેઓને આસ્કા હોસ્પિટલ ગાંધીનગર સારવાર અપાઇ રહી છે.