પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના બેઢિયા ગામનાં મહેશભાઈ ચૌહાણ અને ખરસલીયા ના ચંદ્રકાંતભાઈ વણકર
દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાનો કહેર વર્તાવનાર કોરોના વાયરસના કારણે 65 દિવસ સુધી લોકડાઉન રહયુ અને હજુ પણ યથાવત છે. આ સમયગાળા દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને ગુજરાતનાં જાણીતા સમાજશાસ્ત્રી પ્રો. રમેશ મકવાણાના માર્ગદર્શનમાં પીએચ.ડી. સંશોધકો પંચમહાલ જિલ્લાના બેઢિયા ગામના મહેશકુમાર વિજયસિંહ ચૌહાણ અને તેમના સહયોગીઓ ખરસલિયા ગામના ચંદ્રકાંત એમ. વણકર તથા દાહોદ જિલ્લાના વિનોદભાઇ પરમાર અને મહીસાગર જિલ્લાના જયેશભાઇ ડિંડોર દ્વારા 21મી સદીની વૈશ્વિક મહામારી COVID- 19નો એક સમાજશાસ્ત્રીય અભ્યાસ સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. આમાં ગુજરાતનાં સમગ્ર જિલ્લાઓમાંથી 710 ઉતરદાતાઓએ પ્રશ્નોનાં જવાબો ઓનલાઇન આપ્યા હતા.
અભ્યાસનું મહત્વનું તારણ એ જણાયું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોનને કારણે આવેલા લોકડાઉનના સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં 1.83% સમસ્યાઓ અનુભવતી જોવા મળી હતી જ્યારે 98.17% ઉત્તરદાતાઓના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારમાં સમસ્યાઓ વધુ અનુભવાય છે. 59.72% ઉત્તરદાતાઓને કોરોના થવાનો ડર લાગે છે. કોરોનાથી બચવાના ઉપાય તરીકે માસ્ક, સેનેટાઇઝર,હાથમોજાનો ઉપયોગ કરે છે સાથે જ ગરમ પાણીનું સેવન, ઉકાલાનું સેવન તેમજ સામાજિક અંતર રાખવા વિષે જાગૃતિ જોવા મળી છે. કુટુંબના બધા સભ્યો પ્રથમ વખત આટલો સમય સાથે રહયા હતા અને તેની હકારાત્મક બાબત એ સામે આવિ કે જેન્ડરનો ભેદભાવ રાખ્યા વગર પુરુષ સભ્યોએ પણ મહિલઓને ધરના કાર્યમાં મદદ કરી હતી. પુરુષોની ભૂમિકામાં પાયાગત પરીવર્તન જોવા મળ્યું.આ ધટના લોકડાઉનમાં સૌથી મુલ્યવાન માલૂમ પડી. સાથે જ 16.90% ઉત્તરડતોના જણાવ્યા મુજન કુટુંબના સંબંધો તણાવભર્યા પણ જણાયા હતા. 74.37% ઉત્તરદાતાઓના જણાવ્યા મુજબ તેમના ગામ કે શહેરમાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન થતું હતું. 77.32% લોકો જણાવે છે કે મોઘવારીનો સામનો કરવો પડે છે.84.08% ઉત્તરદાતાઓના જણાવ્યા પ્રમાણે લોકડાઉનમાં જરૂરી તમામ સમાન સામગ્રી મળી રહી હતી. આ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલું ખૂબ જ મહત્વનુ પગલું ગણી શકાય સાથેજ 75.92% લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ્લીકેશન પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી હતી અને 79.86% ઉત્તરદાતાઓએ આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા અન્યોને જણાવ્યુ હતું. 98.03% લોકો ભાર જાય ત્યારે સામાજિક અંતર જાળવે છે. સમય પસાર કરવા માટે લોકો ટી.વી., મોબાઈલ, ઇન્ડોર રમતો, વાંચન પ્રવૃત્તિ, ખેતીકામ, અને ઘરમાં મદદ કરીને સમય પસાર કરતાં જોવા મળ્યા હતા. સાથેજ આશાવર્કરો, આરોગ્ય કર્મીઓ, પોલીસકર્મીઓ, જાગૃત નાગરિકો તથા સરપંચો પોતાના ગામ અને શહેરમાં કોરોના વિષયક જાગૃતિ ફેલાવતા હોવાનું પણ જોવા મળ્યું.
આ અભ્યાસમાં 79% ઉતરદાતાએ લોકડાઉન સમયે સામાજિક મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો.મીડિયા દ્વારા સગા-સબંધી સાથે વિડીયો કોલ કરી હાલચાલ પૂછ્યા. આ રીતે સગા-સબંધી સાથે સામાજિક સંબધો મજબૂત કરવામાં મીડિયાની ભૂમિકા પ્રમુખ માલૂમ પડી. ઇન્ટરનેટ વપરાશનું પ્રમાણ પણ આ સમયગાળા દરમિયાન બમણાથી વધુ જોવા મળ્યું. અભ્યાસમાં 33.66% ઉત્તરદાતાઓ 1 કલાક, 37.32% ઉત્તરદાતાઓ 2 કલાક, 14.79% ઉત્તરદાતાઓ 4 કલાક અને 14.23% ઉત્તરદાતાઓ 4 કલાકથી વધુ સમય સોશ્યલ મીડિયા પર પસાર કરતાં હોવાનું માલૂમ પડ્યું, ઉતરદાતાઓની સામાજિક આર્થિક સ્થિતિ તપાસતા જણાયું કે નિમ્ન-મધ્યમ આવક જુથનું પ્રમાણ સૌથી વિશેષ જણાયું. સાથેજ જે લોકો રોજ મજૂરી કરીને રોજનું ગુજરાન ચલાવતા હતા તેમની સ્થિતિ અત્યંત દયનીય જણાઈ. વેપાર ધંધાને માઠી અસર થઇ છે. ઘણાની રોજીરોટી સામે પડકાર ઊભો થયો છે તે ચિંતાપ્રેરક છે.ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક અંતર જાળવવાનું વલણ ના બરાબર જોવા મળ્યું હતું, સાથે જ આ સમયગાળા દરમિયાન યુવાનો આઉટડોર રમતો રમતા જોવા મળ્યા હતા જે કોરોના જેવી ગંભીર બીમારીના ફેલાવા માટેના જોખમી જૂથો તરીકેની ભૂમિકા ભજવી શકે છે. આ એક ચિંતાનો વિષય છે. આ સમયગાળો વ્યસન કરનારાઓ માટે દુકાળમાં અધિક માસ જેવો ખૂબ જ કપરો રહ્યો. તેમનામા માનસિક અશાંતિ, ગભરામણ, ચીડિયાપણું જોવા મળ્યું. કોરોના કાળમાં સંયુક્ત કુટુંબ વધારે અગત્યનું જણાયું. લોકડાઉનમાં સંયુક્ત કુટુબો ખુબજ મહત્વના સાબિત થયા તેમાં લોકોને એકલતાનો અનુભવ ન થયો તેમજ આવા કુટુબોમાં માનસિક તણાવ પણ ઉદભવતો નથી અને સાથેજ વિભક્તતા તરફ વળી ચૂકેલા કુટુંબોને સંયુક્ત કુટુંબોની આવશ્યકતા સમજાઈ. આ ઘટના સામાજિક અભ્યાસુઑ માટે નોધપાત્ર બની રહેશે અને સાથેજ કુટુંબના સમાજશાસ્ત્રમાં આ એક સંશોધનનો વિષય બની રહેશે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)
પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના બેઢિયા ગામનાં મહેશભાઈ ચૌહાણ અને ખરસલીયા ના ચંદ્રકાંતભાઈ વણકર દ્વારા
Views 58