કાલોલ શહેરમાં કાલોલ-ગોધરા હાઇવે ઓથોરીટી એલ એન્ડ ટી કંપની દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આ.
કાલોલ એલ એન્ડ ટી કંપની દ્વારા ચોમાસાની આગામી સિઝનને ધ્યાનમાં લઇને કાલોલ નગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. કાલોલ-ગોધરા હાઇ-વે ઓથોરિટી એલ એન્ડ ટી કંપની દ્વારા કાલોલ નગર મધ્યેથી પસાર થતા સ્ટેટ હાઇ-વે ની બંને તરફની ગટરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેથી કરીને ચોમાસામાં વરસાદ ના કારણે ગટરો ઉભરાઈ ગંદકી ના ફેલાઈ તેને ધ્યાનમાં લઈને શહેરના મુખ્ય માર્ગો અને નીચલા ભાગે આવેલ સોસાયટી વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે પ્રી પ્લાનિંગ કામગીરી નો આરંભ કરેલ છે. એલ એન્ડ ટી કંપની દ્વારા હાલના સંજોગે ચોમાસા પેહલા જ આ કામગીરી આરંભી દેવામાં આવી છે. એલ એન્ડ ટી કંપની દ્વારા હાથ ધરાયેલ પ્રી-મોન્સૂન સફાઈ કામગીરી આગામી એક અઠવાડિયા સુધી ચાલશે તેવુ જાણવા મળ્યુ હતું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ( પંચમહાલ)
કાલોલ શહેરમાં કાલોલ-ગોધરા હાઇવે ઓથોરીટી એલ એન્ડ ટી કંપની દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આ.
Views 60