જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આઇ.એમ.એ સાથે બેઠક યોજાઇ
મહેસાણા
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ નિયંત્રણ લાવવા માટે તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે.જિલ્લા
કલેકટર સાથે સંકલનમાં રહીને આઇ.એમ.એ દ્વારા કોવિડ નિયંત્રણ માટે સઘન પ્રયત્નો થઇ રહ્યા છે.જિલ્લા
કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને આઇ.એમ.એના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી.જેમાં
મહેસાણા જિલ્લાના ફીઝીશીયન એસોશિયેશન દ્વારા સાંઇ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના
સ્વાસ્થયની જાળવણી માટે સવાર અને સાંજ ફીઝીશીયન દ્વારા રાઉન્ડ લેવાનું નક્કી કરાયું છે. જેમાં
કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર અને તેમની દેખભાળ કરાશે આ ઉપરાંત આ ફીઝીશીયન એસોશિયેશન
દ્વારા ઓન-કોલ પણ ઉપલ્બધ રહેવાનો નિર્ણય કર્યો છે.. જિલ્લા કક્ષાની યોજાયેલ આ બેઠકમાં જિલ્લા
વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,સિવિલ સર્જન એચ.એન.પરમાર સહિત આઇ.એમ.એના પ્રતિનિધિઓ
અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આઇ.એમ.એ સાથે બેઠક યોજાઇ
Views 71