-દાંતીવાડા કેનાલનું પાણી આવતા જ રોડ પર ભંગાર સર્જાતા રોડ સહિતની કામગીરી અંગે સવાલો ઉઠયા.
– 19140242(એક કરોડ એકાણું લાખ ચાલીસ હજાર બસો બેતાલીસ )રૂપિયાનું સાવરફ કામકાજ કરી બતાવી દીધું.
– રોડનું કામકાજ માર્ગ અને મકાન વિભાગની ગાઈડલાઈનના બિલકુલ અનુસરણ કર્યા વગર કર્યું.
– સ્ટોન અને પીચીંગનું બિલકુલ કામ થયું જ નથી.
સરસ્વતી તાલુકાના જંગરાલ ગામથી દેલવાડા ગામ સુધી 3.600 કિલોમીટરના અંતરનો રોડ તાજેતરમાં બનાવેલ ગરનાળામાં દાંતીવાડા કેનાલનું પાણી આવતા રોડ પર બનાવેલા નાળું તૂટી જવાથી રોડ સહિતની કામગીરી અંગે સવાલો ઉઠયા છે.
તંત્ર દ્વારા ઉનાળાની સિઝનમાં દાંતીવાડા ડેમનુ પાણી સરસ્વતી તાલુકાના ગામડાઓના તળાવો ભરવા પાણી છોડાયું હતું. જંગરાલ ગામે તળાવ ભરવા માટે પાણી નાળામાં થઈને પસાર થતા તૂટી જતા ગુણવત્તા વગરનું કામ થયાની રાવ ગામલોકો કરી રહ્યા છે.
— નીલ બારોટે જણાવ્યું હતું કે રોડના કામમાં પૂરેપૂરો ભટ્ટા ચાર થયો છે. રોડના કામમાં મેટરનું કામ પણ ઓછા પ્રમાણમાં થયું છે.
— કીરિટભાઈ જણાવ્યું હતું કે જંગરાલ દેલવાડા સુધીનો રસ્તો થયો છે. રસ્તા વિશે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરતાં કહે છે કે મારે ઉપરના અધિકારીઓને પૈસા આપવાના હોય છે. મને આ કામ બહુ મોંઘું પડ્યું છે.
— કિશોરભાઈ જણાવ્યું હતું કે રોડની ગુણવત્તા જળવાતી નથી. તેમજ નાળાની બાજુમાં અને ઉપર પાળી બનાવવાની રજૂઆત કરી હતી. પરંતુ ન બનાવતા નાળું તૂટી ગયું.
— પ્રફુલભાઈ ખેડૂત તરીકે રજૂઆત કરી હતી કે એક કરોડ એકાણું લાખ ચાલીસ હજાર બસો બેતાલીસ રૂપિયા બજેટમાં પાસ થયા હતા. તો આટલી રકમ નો દૂર ઉપયોગ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. રસ્તો અમુક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં હોવાથી માટી કામ કરીને ઉચ્ચો લેવાની રજૂઆતો કરી હતી. પરંતુ રસ્તો ઊંચો ઉપાડવામાં ન આવ્યો હોવાથી અમારા ખેતરોને ધોવાણ થવાની શક્યતા રહે છે.
રીપોર્ટર બીપીન ઠાકોર
જંગરાલ દેલવાડા એપ્રોચ રોડના કામકાજમાં ભટ્ટાચાર* થયાની રાવ
Views 63