ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
સુરત:શનિવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોનું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૦, રવિવારના રોજ સવારના ૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની વાલીઓ/વિદ્યાર્થીઓ/આચાર્યશ્રીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. વધુમાં ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહ માર્ચ, ૨૦૨૦ ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે, તથા ગુણચકાસણી/દફતર ચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની સુચનાઓનો પત્ર અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવા નાયબ નિયામક (પરીક્ષા), ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ધો.૧૨, વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોનું પરિણામ તા.૧૭મી મે રોજ સવારે ૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે
Views 62