સારવાર અને ભોજન પૂરું પાડી મજૂરોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરતા
અકસ્માતનિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુભાઈ ઠક્કર
સુરત,ગુરૂવાર: અકસ્માત નિવારણ કેન્દ્ર, પોલીસ વિભાગ તથા મહાનગરપાલિકાના ફાયર ખાતાનીમદદ દ્વારા પગપાળા પોતાના વતન બિહાર યુપી જતા ત્રણ મજૂરોને સારવાર તથા ભોજનઆપી તેમને જોખમમાંથી ઉગારી લઇ માનવતા મહેકાવી હતી. મજૂરોને તેમના વતનમાં મોકલવાની આર્થિક મદદ સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
કાપોદ્રા પાસે વતન જવાં માટે કોઈ વ્યવસ્થા થઈ જશે એવી આશામાં મજૂરોએકઠાં થયાના સમાચાર ટી.વી.ચેનલો પર જોતા અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખરાજુભાઈ ઠક્કર અને કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પોલિસ સ્ટેશનપાસે ત્રણ મજૂરો વતન જવા કોઈ વ્યવસ્થા થઇ જશે એ આશામાં ઊભા હતા. તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આર્થિક સમસ્યાના કારણે વતન જવામાં મુશ્કેલી અનુભવતા હતા. જેથી રાજુભાઈએ કાપોદ્રા પોલીસ સ્ટાફ સાથે સંકલન સાધીને આ ત્રણ મજૂરો માટે રહેવા જમવાનીસગવડ કરવાનો નિર્યણ લીધો હતો. આ દરમિયાન, બે મજૂરોના પૈકી એકને ચાલવાથીપગમાં સોજો આવી ગયો અને બીજાની પગની નસ ચઢી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.પ્રમુખશ્રી ઠક્કર તેમને વિલંબ કર્યા વિના નવી સિવિલહોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા પરંતુ ત્યાં ટ્રોમા સેન્ટરમાંથી નવીસિવિલમાં ફક્ત કોરોનની સારવાર થતી હોવાનું જાણવા મળતાં તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં, બંને મજૂરોને ઇન્જેક્શનમુકાવી, સ્મીમેરના મેડિકલ સ્ટોરમાંથી રાજુભાઈ ઠક્કરે જરૂરી દવાઓ અપાવી હતી. આઉપરાંત, એક સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ ગામી દ્વારા સિટીલાઇટ શોપિંગસેન્ટરમાં લાલબાદશાહના સેવાકીય રસોડામાંથી તેમના માટે ભોજન પૂરું પાડવામાંઆવ્યું હતું.
વધુમાં, બીજા દિવસે આ મજૂરોને અકસ્માત નિવારણ કેન્દ્ર દ્વારાતેઓના વતન મોકલવા માટે વ્યવસ્થા કરવા આવી હતી. જેનો વ્યવસ્થા ખર્ચ ઉધનાસંઘમાં કાર્યરત અજય ચૌધરી અને રણજીતસિંહ દ્વારા ઉપાડવામાં આવશે. આ સેવા કાર્યમાં સંસ્થાના મુકેશ પટેલ, મનોજ સુરી પણ સહભાગી થયા હતા.
અકસ્માત નિવારણ કેન્દ્રની માનવતાની મહેંક : વતન જવા માટે કાપોદ્રા એકઠાં ત્રણ મજૂરોની તબિયત લથડતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાવી
Views 72