મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી, મનીષ સિંહ સાહેબ નાઓની સુચના મુજબ કોરોના વાયરસ લગત લોકડાઉન જાહેર કરેલ હોઈ જે લગત સખતમાં સખત પ્રેટોલીગ રાખવા સુચના આપેલ હોઈ જે અનુંસંધાને અમો એસ.એસ.નિનામા,પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા ના ઓએ પો.સ.ઇ.શ્રી આર.કે.પટેલ નાઓને ઉપરોક્ત કામગીરી કરવા સુચના આપતા સ્કોડ ના PSI આર.કે.પટેલ સંકલન કક્ષ મહેસાણા તથા ASI હીરાજી, રાજેન્દ્રસિંહ અ.હેડ.કોન્સ નરેન્દ્રસિંહ, હર્ષદસિંહ,રશમેન્દ્રસિંહ, લાલાજી,નાશીરબેગ.PC મુકેશભાઇ, શક્તિસિંહ. અમિતસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વિસનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિસનગર કાંસા ચોકડી પાસે આવતા PC અમિતસિંહ તથા શક્તિસિંહ નાઓને સંયુકત બાતમી મળેલ કે, કાંસા રામપુરા ગામ ની સીમ ના ખેતરમાં કુવા ની બાજુ માં ખુલ્લી જગ્યા માં કેટલાક માણસો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે ઉપરોકત બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા (1) સથવારા હાર્દીક વાડીલાલ રહે વિસનગર રામનગર સોસાયટી
(2)પટેલ મિતુલ રાજુભાઈ
(3)પટેલ વિપુલ મહેન્દ્રભાઈ
(4)રાવત વિમલ રાજેશભાઈ
(5)પટેલ મેહુલ ભરતભાઈ
(6)પટેલ ઉજૈન કૌશિકભાઈ રહે તમામ વિસનગર વાળા જુગાર રમતા હોઈ જેઓને કોડન કરી પકડી પાડેલ અને તેઓ પાસેથી રોકડ રકમ રૂ.18050/ તથા મોબાઇલ નંગ 8 કિંમત રૂપિયા 68000 મોટર સાયકલ / મોપેડ નંગ 8 કિંમત રૂપિયા 2.60.000 જુગાર સાધન સાહિત્ય નો કુલ મુદ્દામાલ રૂપિયા 3.46.050 નો કબજે કરવા માં આવેલ છે અને મોબાઇલ નંગ 2 તથા મોટર સાયકલ મુકી 4 ઈસમો નાસી ગયેલ જે તમામ 10 ઈસમો ના વિરોધ માં
વિસનગર તાલુકા પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
નોંધ
ઉપરોક્ત ઈસમો લોક ડાઉન દરમ્યાંન ભેગા થઈ જુગાર રમતા હોઈ તેઓ ના વિરોધ માં ઇલાયદો ઈ.પી કો કલમ 188, 114 તથા એપીડેમીક ડિસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ વિસનગર તાલુકા પો સ્ટે માં અલગ થી ગુન્હો 10 ઈસમો ના વિરોધ માં રજીસ્ટર કરાવેલ છે
આમ મહેસાણા એલ.સી.બી. સ્ટાફે જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ તથા લોક ડાઉન દરમ્યાંન ભેગા મળી જુગાર રમતા હોઈ જાહેર નામા લગત કેશ કરી કામગીરી કરેલ છે.
(એસ.એસ.નિનામા)
પોલીસ ઇન્સ્પેકટર
એલ.સી.બી.,મહેસાણા
વિસનગર તાલુકા પો સ્ટે વિસ્તારમાં કાંસા (રામપુરા) ગામ ની સીમ માં જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહેસાણા એલ.સી.બી. પોલીસ
Views 139