નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટે સુરત ખાતે CMC COVID-19 TRACKER મોબાઇલ એપ્લિકેશન કાર્યરત

Views 72

આગામી સમયમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર ખાતે શરૂ કરાશે
– આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ

  • ખાનગી ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ સ્વૈચ્છિક સેવા આપવા માંગતા હોય તો

       આરોગ્ય વિભાગના ટ્વિટર હેન્ડલ કે મેઈલ દ્વારા સંપર્ક કરી શકશે

  • અપડેટ વિગતો માટે http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત
  • સ્વચ્છતા અને અનુશાસન માટે એક્સ આર્મીમેનની સેવાઓ લેવાશે

           આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ત્વરિત સારવાર-ઉપચાર માટે નવતર અભિગમ દાખવીને સુરત ખાતે કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર માટે CMC COVID-19 TRACKER  મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરાઇ છે. આ પ્રોજેક્ટને સફ્ળતા મળતા આગામી દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પણ આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે.
              ડૉ.રવિએ ઉમેર્યું કે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલ આ એપ્લિકેશનમાં કોરેન્ટાઈનમાં રખાયેલા ટ્રાવેલર કે જેઓ પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને સેલ્ફી મુકશે જેના કારણે તેઓ જ્યાં જ્યાં ફરશે તેનું જી.આઇ.એસ. મેપિંગના કારણે ટ્રેકિંગ કરી શકાશે. જેથી તેઓ કોરેન્ટાઈનનો ચુસ્ત પણે અ‍મલ કરે. આ પ્રકારની વ્યક્તિને તાવ, ખાંસી, શ્વાસ લેવામા તક્લિફ હોય તો તેઓ આ એપમાં એન્ટ્રી કરી શકશે. તેથી  સુરત મહાનગરપાલિકાને સંદેશો મળતાંજ તેઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ત્વરિત સારવાર આપી શકાય.
               તેમણે ઉમેર્યું કે કોરોના વાયરસની સારવાર માટે ખાનગી ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ સ્વૈચ્છિક રીતે સેવાઓ આપવા ઈચ્છતા હોય તેઓ આરોગ્ય વિભાગના ટ્વિટર હેન્ડલ પર અથવા ઇ-મેઇલથી જાણ કરી શકે છે. જે માટે ઇ મેઇલ સેવા પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે જેની વિગતો આરોગ્ય વિભાગના ટ્વિટર હેન્ડલ પરથી મળી શકશે.
            તેમણે ઉમેર્યું કે કોરોના વાયરસ સંદર્ભે ખાનગી તબીબો જે સારવાર આપી રહ્યા છે તેઓ પણ આરોગ્ય વિભાગની ડૉકટર ટેકો કોવિડ-૧૯ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમામ વિગતો અપડેટ કરવાની રહેશે. આ માટે ૧૫૦ તબીબોએ આ સેવાનો લાભ લેવાનો શરૂ પણ કરી દીધો છે.
         ડૉ. રવિએ ઉમેર્યું કે કોરોનાની અપડેટ વિગતો માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા http://gujcovid19.gujarat.gov.in ડેશબોર્ડ કાર્યરત કરાયું છે જેના ઉપર દિવસમાં બે વાર કોરોના અંગેની અદ્યતન વિગતો અપડેટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે સ્વચ્છતા અને લોકડાઉનના અમલ માટે અનુશાસનની આવશ્યકતા વધુ હોય આ માટે એક્સ આર્મીમેનની સેવાઓ લેવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *