છોટાઉદેપુર: તા. ૨૦:
વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડ્યું છે. નોવેલ કોરોના વાયરસ COVID-19ને પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત મંજૂરી વિના વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઇપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા પ્રસંગો યોજવા નહિ, યોજ્યા હોય ત્યાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવું નહિ.
મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટયગૃહો સહિતના સ્થળો ઉપરાંત જીમ, સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, રિક્રિએશનકલ વગેરે બંધ રાખવા. શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. ભીડ થતી હોય તેવા હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ-ફરસાણની દુકાન, ભોજનાલય, તથા તમામ ખાનગી સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઇજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવી.
કોઇપણ વ્યક્તિ, સંસ્થા, કોરોના વાયરસ અંગે કોઇપણ પ્રકારની અફવા કોઇપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવશે તો તેને ગુન્હો ગણી તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બંધ રાખવા. જો કોઇ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે (૨૪X૭) કંટ્રોલરૂમ +૯૧-૧૧-૨૩૯૭૮૦૪ અથવા હેલ્પલાઇન નં.૧૦૪ પર ફરજિયાત જાણકારી આપવી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ હુકમ તા.૩૧ માર્ચ-૨૦૨૦ સુધી અમલી રહેશે.
સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવા હોમગાર્ડ્સ કે સરકારી-અર્ધસરકારી એજન્સીઓને તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિ. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
નોવેલ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવાભીડ એકઠી ન થાય તે સહિતની તકેદારી લેવી આવશ્યક
Views 70