મહેસાણા શહેર ફરતે ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું…

Views 66

મહેસાણા
 મહેસાણા શહેરના દિન પ્રતિદિન થતા વિકાસને પગલે વાહનોની અવરજવર સંખ્યામાં વધારો થયેલ છે. આથી સતત મહેસાણા શહેરના માર્ગો પર વાહનોની ભીડ રહે છે. આથી કાયદો અને વ્યવસ્થાની સુખાકારી સગવડ મળી રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ દ્વારા મહેસાણા શહેરને જોડતા હાઇવે માર્ગ ઉપરના ભારે વાહનોને મહેસાણા શહેરના બાયપાસ રોડનો ઉપયોગ કરવા સારૂ ના ડાયવર્ઝનના આદેશ આપેલ છે.
  જેમાં ભારે વાહનો જેવા કે ટેન્કરો,કન્ટેનર,લકઝરી બસો,ટ્રકો,ક્રેન વગેરે વાહનોને જે ઉંઝા તરફથી આવતા વાહનો ફતેપુરા પાટીયાથી બાયપાસ રોડ થઇ શિવાલા હોટલ થઇ અમદાવાદ તરફ જશે અને તેજ પ્રમાણે અમદાવાદ તરફથી આવતા વાહનો શિવાલા હોટલ થઇ બાયપાસ રોડ ફતેપુરા પાટીયા થઇ ઉંઝા તરફ જશે.
       પાલનપુરથી વિસનગર તરફ આવતા જતા વાહનો રામોસણા બ્રીજ નીચેથી વિસનગર લીંક રોડ આંબેડકર બ્રીજનો ઉપયોગ કરવાનો રહેશે..
       પાલનપુર થી ગાંધીનગર વિજાપુર હિમતનગર તરફના વાહનો ફતેપુરા સર્કલથી બાયપાસ રોડ જઇ નુગર સર્કલ થઇ પાલાવાસણા રામપુરા ચોકડી થઇને જઇ શકશે. આજ માર્ગે ગાંધીનગર  વિજાપુર હિમતનગર ના વાહનો પાલનપુર તરફ જશે.
       બેચરાજી થી મહેસાણા થઇ પાલનપુર જતા વાહનો એ નુગર બાયપાસ થી ફતેપુરા સર્કલ થઇને જવાનુ રહેશે. વળતા આજ માર્ગનો વાહનોએ ઉપયોગ કરવાનો રહેશે.
       બેચરાજી થી અમદાવાદ તરફના આવતા જતા વાહનોએ નુગર બાયપાસ થી શિવાલા સર્કલ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
       બેચરાજી થી હિંમતનગર તરફના આવતા જતા વાહનો રાધે સર્કલથી પાલાવાસણા સર્કલ થઇ જઇ શકશે. આ જાહેરનામાનો અમલ ૧૧ મે ૨૦૨૦ સુધી કરવાનો રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડના જાહેરનામાં માં જણાવાયું છે.
       રામોસણા બ્રીજથી જનપથ હોટલ (બહુચરાજી ત્રણ રસ્તા) તથા રામપુરા ચોકડીથી માનવ આશ્રમ ચોકડી સુધીના રોડ ઉપર કોઇ પણ ભારે વાહન સવારના ૮.૦૦ વાગ્યાથી રાત્રીના ૨૨.૦૦ કલાક દરમ્યાન સંપુર્ણ કાયમી પ્રવેશબંધી રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *