ભારતના મેન્યૂફેકચરીંગ હબ-ઓટો હબ બનેલા ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક નવું પ્રકરણ….

Views 68

નેધરલેન્ડની PAL-V ગુજરાતમાં ફલાઇંગ કાર ઉત્પાદન પ્રોજેકટ શરૂ કરશે..
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને નેધરલેન્ડ PAL-V કંપની વચ્ચે MoU સંપન્ન
ર૦ર૧ના મધ્યમાં ફલાઇંગ કારનું કોમર્શીયલ ઉત્પાદન શરૂ કરવાનું આયોજન
પ્લાન્ટની સ્થાપના માટે કેન્દ્ર સરકારની પરવાનગીઓ મેળવવામાં ગુજરાત સરકાર મદદરૂપ થશે
ગુજરાતની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર-લોજિસ્ટીકસ પોર્ટસ ફેસેલિટીઝથી પ્રભાવિત થઇ
નેધરલેન્ડની PAL-V પોતાનો મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા આકર્ષિત થઇ
દેશના મેન્યૂફેકચરીંગ હબ અને ઓટો હબ બનેલા ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક નવું પ્રકરણ નેધરલેન્ડની PAL-V ફલાઇંગ કાર ઉપાદનનો મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ રાજ્યમાં શરૂ થવાથી આલેખાવાનું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
આ MoU પર ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તથા PAL-V વતી ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાર્લો માસબોમીલે Mr. Carlo Massbommel હસ્તાક્ષર કર્યા હતા.
PAL-Vને ગુજરાતમાં પોતાનો ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા હેતુસરની ભારત સરકાર પાસેથી લેવાની થતી જરૂરી પરવાનગીઓ મેળવવામાં રાજ્ય સરકાર તેમને મદદરૂપ થશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ લોજિસ્ટીકસ અને પોર્ટ ફેસેલીટીઝ વિકસ્યા છે તે સંદર્ભમાં પોતાની ફલાઇંગ કાર ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ રાજ્યમાં શરૂ કરવા PAL-V એ ગુજરાત પર પસંદગી ઉતારી છે એમ શ્રીયુત કાર્લોએ આ અવસરે જણાવ્યું હતું.
ગુજરાતમાં હાલ સૂઝૂકી અને ફોર્ડ મોટર્સના એકમો કાર્યરત છે તેમજ રાજ્યમાં લો કોસ્ટ ઓફ પ્રોડકશન અને અનૂકુળ ઇકોસિસ્ટમને પરિણામે અન્ય દેશોમાં નિકાસની સરળતા રહેલી છે તેનો સર્વગ્રાહી અભ્યાસ પણ PAL-V એ કર્યો છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીને PAL-Vના ઇન્ટરનેશનલ બિઝનેસના વાઇસ પ્રોસિડેન્ટે જણાવ્યું કે, ગુજરાતમાં કાર્યરત થનારા તેમના ફલાઇંગ કાર ઉત્પાદન પ્લાન્ટમાંથી આવનારા દિવસોમાં યુરોપ, યુ.એસ અને વિશ્વના અન્ય દેશોમાં ફલાઇંગ કાર નિકાસ કરવા તેઓ તત્પર છે. આગામી વર્ષ ર૦ર૧ના મધ્યમાં ગુજરાતમાં ઉત્પાદિત થનારી આ ફલાઇંગ કાર્સનું કોમર્શિયલ લોન્ચીંગ કરવાના આયોજન સાથે તેઓ આગળ વધી રહ્યા છે.
એટલું જ નહિ, યુરોપ અને યુ.એસ.માંથી આવી ૧૧૦ કારના ઓર્ડર્સ પણ તેમને મળી ગયા છે એમ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને ઔદ્યોગિક ઉત્પાદનો-નિકાસમાં અવ્વલ છે તેમાં આ ફલાઇંગ કાર્સનો પ્રોડકશન પ્લાન્ટ નવા કિર્તીમાન અપાવશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
શ્રીયુત કાર્લો માસબોમિલે આ ફલાઇંગ કારના કોમર્શીયલ પ્રોડકશન લોન્ચીંગની જરૂરી  પરમીશન તેમને મળી ગઇ છે તેની વિગતો આપતાં ઉમેર્યુ કે, નાના એરક્રાફર્ટ –પ્લેનમાં હોય છે તેવાં રોટેક્ષ એન્જીનનો ઉપયોગ આ ફલાઇંગ કારમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીને તેમણે ફલાઇંગ કારની ગતિ અને સંચાલનની વિગતો આપતાં ઉમેર્યુ કે, જ્યારે કાર લેન્ડ થશે ત્યારે એક એન્જીન કાર્યરત રહેશે જેના પરિણામે કલાકના ૧૬૦ કિ.મી.ની ઝડપ આ ફલાઇંગ કારની હશે, જ્યારે આ કાર પ્લેનની જેમ હવામાં તરતી હશે ત્યારે તેના બેય એન્જીન કામ કરતા હોવાને કારણે કલાકના ૧૮૦ કિ.મી.ની ઝડપે તે ઊડશે.
આ ફલાઇંગ કારની ખાસિયત એ છે કે માત્ર ૩ મિનિટમાં જ તે રોડ પર દોડતી કારમાંથી ફલાઇંગ કાર – હવામાં ઉડતી કારની ગતિ પકડી લેશે અને પ૦૦ કિ.મી.ની સફર એકવાર ફૂલ ટેન્ક ઇંધણથી કરી શકશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ફલાઇંગ કારના ઉત્પાદન એકમ માટે ગુજરાતની પસંદગી ‘‘ન્યૂ ઇન્ડીયા’’ના નિર્માણની દિશામાં એક આગવી સિદ્ધિ બનશે તેવી અપેક્ષા સાથે આ નવતર સાહસને રાજ્ય સરકારના પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
આ MoU વેળાએ ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમ રાની પણ જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *