વિશ્વ ની સહુથી મોટી કલ્યાણકારી મધ્યાહ્નન ભોજન યોજના જે ફૂડ સિક્યોરિટી એકટ-2015 હેઠળ આવરી લીધેલ છે….

Views 73

HBN TV NEWS
કેન્દ્ર પુરસ્કૃત વિશ્વ ની સહુથી મોટી કલ્યાણકારી મધ્યાહ્નન ભોજન યોજના જે ફૂડ સિક્યોરિટી એકટ-2015 હેઠળ આવરી લીધેલ છે તેયોજના મારફતે ગુજરાત રાજ્યના રોજિંદા 43 લાખ સરકારી શાળા માં ભણતા 6 થી 14 વર્ષ વય જૂથના વિદ્યાર્થી બાળકો કે જેમાં મોટે ભાગે ગરીબ પરિવારો માંથી આવતા હોય છે તેમને સારો પૌષ્ટિક આહાર એને વાનગીઓ ભોજન અને નાસ્તા રૂપે મળી રહે તે માટે ગુજરાત રાજ્ય કક્ષાએ સરકાર દ્વારા મહત્વની કમીટી બનાવી છે જેમાં સીનીયર આઈએસ અધિકારીઓ , ન્યુટ્રીશન તજજ્ઞો ,અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના ઉચ્ચ ક્લાસ વન અધિકારી સહિત ના 14 સદસ્યો ની અતિ મહત્વની કમિટી માં ” મધ્યાહ્નન ભોજન યોજના કર્મચારી સઘ ગુજરાત રાજ્ય ના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા ની પણ નિમણુંક કરવામાં આવી છે” જે રાજ્યના 43 લાખ બાળકો ને ઉત્તમ આહાર મળી રોજિંદો મળી રહે તેઅંગે ના મહત્વ ના નિર્ણયો લઈ આ મધ્યાહ્નન ભોજન યોજના ને ગુજરાત થકી દેશ માં કેમ ઊચ્ચ ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરી શકાય તે માટે ની આ હાઈ પાવર કમિટી નું ગુજરાત સરકાર દ્વારા ગઠન કરી સમગ્ર દેશ માં ગુજરાત રાજ્ય એવું પ્રથમ રાજય બન્યું કે જ્યાં આટલા બધા ઊચ્ચ અધિકારીઓ અને રાજ્ય માં આ યોજના ની અમલવારી જમીની કક્ષાએ કામ કરતા કર્મયોગીઓ ના પ્રમુખ સાથે બેસી ગુજરાત ના 43 લાખ બાળકો ને પૌષ્ટિક, ભૌગોલિક, સ્થાનિક રુચિ મુજબ અને બાળકો ને લોકપ્રિય વાનગીઓ કેવી રીતે બનાવી ને પીરસી શકાય તે નકકી કરી વખતોવખત સમીક્ષાઓ કરી આ અતિ મહત્વની યોજના ને ખરા અર્થમાં પ્રસ્થાપિત વિશ્વ પ્રખ્યાત કરવા તરફ ગુજરાત સરકાર અને શીક્ષણ વિભાગ નું અતિ મહત્વ નું પગલું સાબિત થશે , જેમાં આ યોજના સમગ્ર રાજય ની 33000 શાળા ઓ માં સ્થાનીક વિધવા, તકતા અને ગરીબ પરિવારની 68000 મહિલાઓ શાળા કક્ષાએ આવેલા કિચન કમ શેડ માં તાજી અને ગરમ રસોઈ બનાવી ને સેવાનો ખરા અર્થ માં યજ્ઞ કરી મમતા ભર્યા ભાવે રોજ સરેરાશ એક શાળા ના 100 થઈ 500 સુધીની સંખ્યા ના શાળા ના રોજિંદા હાજર બાળકો ને મમતાભર્યા વ્હાલ થી ભોજન પીરસતી અન્નપૂર્ણા માં જેવી બહેનો સહિત ના કર્મચારીઓ ના બનેલારાજય કક્ષાના મધ્યાહ્નન ભોજન યોજના ના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા ને પણ આ અતિ મહત્વની રાજ્ય કક્ષાની કમિટી માં સ્થાન આપી સરકાર એ આ યોજના ને અને કમિટી ની કાર્યદક્ષતા ને બળવત્તર બનાવી છે.
રીપોર્ટર અનુપ સિંહ ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *