કલર કંપનીમાં ભીષણ આગ, 5 ફાયરકર્મીના શ્વાસ રૂંધાયા

Views 77

HBN TV NEWS

રાજકોટથી એક ચોંકાવનારા સામાચાર સામે આવ્યા છે. રાજકોટ ખાતે આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી છે. કેમિકલ હોવાના કારણે આગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેથી નજીકના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. કલરની કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ ખાતે આવેલ આજી GIDC ખાતે આવેલ કલર કંપનીમાં ભીષણ આગ લાગી છે. ભયંકર આગના કારણે નજીક વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે ઘટનાની જાણ થતા 10થી વધુ ફાયર બ્રિગેડ અને પોલીસ દળો પહોંચ્યા છે. આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ આ કોશિશમાં ફાયર બ્રિગેડના 5 કર્મચારીઓના શ્વાસ રૂંધાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નેપ્થા કેમિકલના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી. આજી GIDCમાં આગથી મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે
રાજકોટ ખાતે લાગેલી આગમાં ડીઝલ ભરેલું ટેન્કર પણ આ આગની ચપેટમાં આવ્યું છે. ડીઝલ ભરેલા ટેન્કરની બાજુંમાં જ આગી લાગી હતી. કેમિકલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફોમ અને પાણીથી આગ બૂઝાવવામાં આવી રહી છે. કેમિકલ હોવાના કારણે આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની સમસ્યા થી રહી છે. જમીન પર પાથરેલા કેમિકલમાં પણ આગી લાગી છે. કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *