TV 9 ના પત્રકાર પર અપહરણ બાદ હીંચકારો હુમલો

Views 145

HBN TV NEWS
બનાસકાંઠા
એન્કર
બનાસકાંઠામાં લુખાઓનું રાજ ચાલે છે અમે એટલા માટે કહીએ છીએ કે પોલીસ પણ લુખાઓના હાથે માર ખાઈ ચૂકી છે હવે પત્રકરની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છેગઈકાલે tv 9 ના પત્રકાર પર અપહરણ બાદ હીંચકારો હુમલો કરાયો જેમાં કેમેરામેન,પત્રકાર સહિત એક સહયોગી વ્યકિતને ઈજાઓ થઈ છે. 

વિઓ.
દાંતાના કુવારશી ગામે આશ્રમ શાળામાં સુવિધાઓ માટે રિયાલિટી ચેક કરવા ગયેલા tv 9 ના પત્રકાર કુલદીપ પરમાર કેમેરામેન આકાશ પરમાર સહિત એક સ્થાનિક સહયોગી સુરેશ સોલંકી નું અપહરણ કરી માર મરાયો હતો શાળાની પોલ ખુલતા જ રધવાયા બનેલા શાળા સંચાલકો ના માનીતા ગુંડાઓ ગાડી લઈ શાળામાં પોહચ્યા હતા જ્યાંથી ત્રણે લોકોને અપહરણ કરી કોઈકના ખેતરોમાં લઈ જઈ ને માર મારી જબરદસ્તી દારૂ પીવડાવી અન્ય મહિલાને બોલાવી એના સાથે વિડીયો ફોટા પાડી બ્લેક મેઇલિંગ કરી ભૂંડી ગાળો બોલી ઢોકાવાળી કરી હતી
બાઈટ- સુરેશ સોલંકી – ભોગ બનનાર – સહયોગી
(અમને લોકોને શાળામાંથી અપહરણ કરી માર મારી દારૂ પીવડાવી મહિલા સાથે ફોટા પાડી બેલ્ક મેઈલ કર્યા આખરે પોલીસ સમય પર પોહચી અમને છોડાવ્યા)
વિઓ..
દાંતા ટ્રાયબલ વિસ્તાર છે જેમાં આશ્રમ શાળાઓમાં બાળકોને જમવા રહેવા સાથેની અનેક સુવિધાઓ મળતી ના હોવાના જનતાના પ્રશ્નો ઉઠતા પ્રજાના હિતમાં TV9 ના પત્રકાર કુલદીપ પરમાર સ્ટોરી આઈડિયા સાથે શાળામાં પોહચ્યા હતાં જ્યાં અચાનક જ બાળકોની કેમેરા સામે કુબુલાત કરાતાં જ સંચાલકો બે બાકળા બન્યા હતા અને પત્રકારોનું અપહરણ કરી પોતાનું પાપ છુપાડવા હીન પ્રયાસ કર્યો હતો
બાઈટ – કુલદીપ પરમાર – ભોગ બનનાર -TV9 પત્રકાર
(પ્રજાના પ્રશ્નોના રજુઆત ના પગલે અમો શાળામાં પોહચ્યા હતા જ્યાં અમારૂ અપહરણ કરી માર મારી દારૂ પીવડાવી અન્ય મહિલા સાથે ફોટા પાડી બ્લેક મેઈલ કરાયા LCB PI નો ફોન આવતાં અમો છૂટ્યા)
વિઓ
અચાનક હીંચકારો હુમલો કરી પત્રકરો ના મોબાઇલ ઝુંટવી મારવા લાગેલા ત્યારે કેમેરામેન પાસે અન્ય મોબાઈલ થી કુલદીપ પરમારના ભાઈને જાણ કરતા5 પોલીસ સુધી માહિતી આપતાં આખરે પોલીસે બંધ મોબાઈલનું લોકેશન મેળવી પત્રકારોને છોડાવ્યા હતા જોકે પોલીસ સમય સર સ્થળ પર ના પોહચતી તો કદાચ પત્રકારો સાથે દુઃખદ ઘટના ઘટી શક્તિ હતી પુલીસ ની તાત્કાલિક એક્શનથી ગણતરી ના કલાકો માં જ મુખ્ય આરોપી વદનસિંહ બારડ ને ઝડપી પાડ્યો છે અને ફરિયાદના આધારે અન્ય લોકોને તાત્કાલિક ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે
બાઈટ – એ. આર. ઝનકાત – DYSP
(પત્રકારો સ્ટોરી કરવા ગયા હતા જ્યાં એમનું અપહરણ કરી માર મારી બેલ્ક મેઈલ કરવા ફોટો ગ્રાફી કરી છે પોલીસ કોઈક ઘટના બને પહેલા એમેને છોડાવ્યા હતા ફરિયાદના આધારે હાલ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે)
લાસ્ટ વિઓ
બનાસકાંઠામાં ગુંડારાજ છે જે આ કિસ્સા પરથી ચોક્કસ કહી શકાય છે જ્યાં હુમલો કરાયો છે તે શાળાઓ રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિઓ ની છે અને મોટી ધુપલબાજી પણ ચાલતી હોવાના લોકોના આક્ષેપો છે બાળકો જમવા રહેવા જેવી અનેક સુવિધાઓ થી વચિંત છે માત્ર કાગળો પર જ બધુ પોલમ પોલ ચાલતું હોવાના પ્રજા સાથે જાગૃત લોકોના આક્ષેપો થઈ રહ્યા છે જોકે ખોટું ચાલતું હોવાથી જ એક પત્રકાર ને સાચી માહિતી આપવાની જગ્યાએ ઢોકાવાળી કરવાની શિક્ષણ નામે ચરતા કૌભાંડીઓ ને કરી એક હીન પ્રયાસ કરી લોકતંત્ર સાથે ચોથી જાગીર પર હુમલો કરાયો છે બનાસકાંઠા જિલ્લામાં એક સ્ટોરી બનાવવા ગયેલા પત્રકાર પર અપહરણ અને હીંચકારો હુમલો થતાં આ ઘટનાને સમગ્ર પત્રકાર આલમે વખોડી કાઢી છે આજે પત્રકારોએ મોટી સંખ્યામાં ભેગા મળી કલેકટર કચેરીએ પોહચ્યા હતા અને સમગ્ર ઘટનામાં જવાબદારો સામે ઝડપથી ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી અને આશ્રમ શાળાઓ ની યોગ્ય તપાસના આદેશ કરવા કલેકટરને રજુઆત કરાઈ હતી.
અહેવાલ :- રામજીભાઈ રાયગોર કાંકરેજ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *