HBN TV NEWS
ભાવનગર તાઃ 20 : ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ એક જાહેરનામું જારી કરી ફરમાવેલ છે કે શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીને આર.ટી.ઓ. કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલ વચેટીયા/એજન્ટો/ઈસમોના પ્રવેશ ઉપર તા.૧૪ નવેમ્બર,૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રી તથા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ને અધિકૃત કરવામાં આવે છે.
ભાવનગર આર.ટી.ઓ. કચેરીમાં તા.૧૪ નવેમ્બર સુધી વચેટીયાઓ તેમજ એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ જારી કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા
Views 67