HBN TV NEWS
તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯
વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી માહિતી અધિકાર અરજીનો નિકાલ થવાથી
અરજદારોના સમય અને ખર્ચમાં બચત થાય છે.-
નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ
મહેસાણા
કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફન્સ માધ્યમથી ૧૨ અરજદારોની અપીલ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
હતો.
આવેલ અરજીઓનો નિકાલ પક્ષકારો,માહિતી અધિકારી અને અપીલ અધિકારીની હાજરીમાં કરાયો હતો.. આયોગ
સમક્ષની મહેસાણા જિલ્લાની દ્વિતીય અપીલો ખુબજ છણાવટ પૂર્વક અને બારીકાઈથી વિડીયો સંવાદના માઘ્યમથી
ચલાવવામાં આવી હતી.મોટા ભાગની અપીલોમાં આયોગે તટસ્થ વલણ અખત્યાર કર્યું હતું.
જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને તેમની તાબાની કચેરીઓનું દફતર અદ્યતન
અને વર્ગીકૃત રહેવા સુચન કરાયું હતું જાહેર માહિતી અધિકારીઓને માહિતી અધિકારના કાયદાની ગંભીરતા અને
અસરકારકતાની જાણકારી અપાઇ હતી..
અપીલકર્તાઓના સમય અને ખર્ચમાં બચત થાય છે. સંબંધિત પક્ષકારો, અરજદારો, અધિકારીઓ, કર્મચારીઓને
માહિતી અધિકાર અધિનિયમની અમલવારી માટે રાજ્ય માહિતી કમિશનર કચેરી ગાંધીનગર સુધીના ધક્કા માંથી
મુક્તિ મળે છે જેનાથી સમય અને આર્થિક ખર્ચનું ભારણ ઘટે છે.
રાજય માહિતી આયોગના વીડીયો કોન્ફરન્સના માધ્યમથી અરજદારોને ઘર આંગણે માહિતી અધિનિયમની
અમલવારી કરાવવાના સરાહનીય પ્રયાસને આવકાર્યા હતા.
માહિતી અધિકાર અધિનિયમ અપીલ સંબધિત કાર્યવાહીમાં મહેસુલ વિભાગની ૦૧,નગર સેવા સદનોની
૦૫,પોલીસ વિભાગની ૦૨,શિક્ષણ વિભાગની ૦૧ અને પંચાયતની ૦૩ અપીલ મળી કુલ ૧૨ અરજીઓનો નિકાલ
કરાયો હતો.
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ અરજી નિકાલમાં અપીલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા