HBN TV NEWS
સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં આગામી ૧૭મી સપ્ટેમ્બરે
રાજ્ય સરકાર દ્વારા ‘‘જન ઉમંગ ઉત્સવ’’ – ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર
છે.જે અતંર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ મહોત્સવની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લામાં આ
મહોત્સવની ઉજવણીને પગલે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં
આવી હતી
ઉપરાંત રાજ્યભરમાં નગરો, મહાનગરો, જિલ્લા, તાલુકા મથકો સહિતી ૧,૦૦૦થી વધુ સ્થળોએ
જનસમૂહો-સાધુસંતો-સેવા સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો ‘‘નમામિ દેવી નર્મદે’’
મહોત્સવની ઉજવણી થનાર છે
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે નર્મદા યોજનાના સરદાર સરોવર નર્મદા ડેમ તેની
પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુ ભરાતા સરકારશ્રી દ્વારા રાજ્ય વ્યાપી ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.
મહેસાણા જિલ્લામાં આ યોજનોનો વિશેષ લાભ મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયત બેઠકના
એક-એક ગામ સહિત તમામ પાલિકાઓમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાનો
કાર્યક્રમ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ને મંગળવારે સવારે ૦૯-૦૦ કલાકે
યોજાનાર છે.જિલ્લા, તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ ‘‘નમામિ દેવી
નર્મદે’’ મહોત્સવ સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરિકો પ્રજાજનોની સહભાગિતાથી
ઉમંગ ઉલ્લાસભેર ઉજવવામાં આવનાર છે.
જિલ્લામાં નર્મદા અને કડાણાના વધારાના વહી જતા પાણીને સુજલામ સુફલામ કેનલામાં વાળી
જિલ્લામાં ૪૫ કિ.મી ચાર મીટર ઉંડી કેનાલને ભરવા સહિત ચાર નદીઓમાં જરૂરીયાત મુજબ પાણી આપી
રીચાર્જની કાર્યવાહી કરાઇ રહી છે. જિલ્લામાં ૫૦ થી વધુ ચેકડેમો સહિત ૧૮૫ તળાવો કેનાલ થકી ભરાઇ રહ્યા
છે.જિલ્લામાં ચીમનાબાઇ સરોવર અને ધરોઇ ડેમમાં જરૂરીયાત પ્રમાણે પાણી ભરાઇ રહ્યું છે.
મહેસાણા જિલ્લા કક્ષા સહિત તમામ ગામોમાં ૧૭ સપ્ટેમ્બર મંગળવારે સવારે ૦૯-૦૦ કલાકથી
કાર્યક્રમની શરૂઆત થનાર છે.જેમાં નદી કાંઠા તળાવો ચેકડેમ જેવા જળસ્ત્રોની સાફ-સફાઇ,લોક માતા નર્મદા
નીરના વધામણાં,શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહા આરતી કરવામાં આવનાર છે.મહા આરતી બાદ વૃક્ષારોપણ
થકી ગ્રીન મહેસાણાની નેમને સાકાર કરવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ
આમંત્રણ પાઠવેલ
છે.