ચંડીસર જીઆઇડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગનો સપાટો, બે એકમો સીલ બનાસકાંઠાના ચંડીસર જીઆઇડીસીમાં શંકાસ્પદ રીતે ઘી બનાવતી એક ફેક્ટરી સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ન્યુઝ કેપિટલ દ્વારા ઘી બનાવવાની ફેક્ટરી સીલ હોવા છતાં અંદરના દ્રશ્યો જાહેર થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.ફૂડ વિભાગે ગત મોડી રાત્રે ચંડીસર જીઆઇડીસીમાં આવેલી આ શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી સીલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. જોકે ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે ચંડીસર જીઆઇડીસીમાં આ જ વેપારીના આવા ત્રણ એકમો કાર્યરત હતા, જેના પર ફૂડ વિભાગે એકસાથે કાર્યવાહી કરી છે.આશ્ચર્યજનક રીતે, જીઆઇડીસીમાં વીજ ડીપી બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી પણ ઘી બનાવવાનું રો મટેરિયલ તેમજ પેકિંગનું મટીરીયલ મળી આવ્યું હતું. ફૂડ વિભાગે સમગ્ર મામલે ગંભીરતા દાખવી ફેક્ટરીના બે એકમો સીલ કર્યા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ઘી ફેક્ટરીના નમૂનાઓ ફેલ થયા હતા. આ જ વેપારી પાસેથી અગાઉ રૂ. 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું, જે હજુ પણ ગોડાઉનમાં સીઝ કરાયેલું છે. વેપારી ફરાર હોવાથી ફૂડ વિભાગે પોલીસની મદદ લીધી છે અને તેને બોલાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદાની છટકબારીનો લાભ લઈ આવા ભેળસેળિયા વારંવાર બચી જતા હોવાનો આક્ષેપ છે, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ખીલવાડ થઈ રહ્યો છે.બાઈટ : તેજસ પટેલ, ફૂડ અધિકારીફૂડ વિભાગ દ્વારા આગળની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે…