હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂ અને વાહન સહીત ૩.૧૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કેદારીયા ગામે રહેતા ઉદય હળવદિયાના ઘર પાસે એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં ઘર પાસેથી બોલેરો પીકઅપ જીજે ૩૬ વી ૦૯૩૬ વાળીમાં તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૧ મળી આવી હતી જેથી પોલીસે ૧૭,૧૨૦ ની કિમતનો દારૂનો જથ્થો અને બોલેરો કાર કીમત રૂ ૩ લાખ સહીત ૩,૧૭,૧૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી ઉદય ધીરૂભાઈ હળવદિયા (ઉ.વ.૪૨) રહે કેદારીયા તા. હળવદ વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી ચેતન ભરતભાઈ પોરડીયા રહે કેદારીયા તા. હળવદ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં હળવદ પીઆઈ કે એમ છાસિયા, કિશોરભાઈ સોલગામા, વિનોદભાઈ ચાવડા, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર સહિતની ટીમ જોડાયેલ હતી