શું ધોની ફાઇનલ મેચમાંથી થશે બહાર? આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યો છેતરપિંડીનો ગંભીર આરોપ…

Views 88

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ આઇપીએલ 2023ની ફાઇનલ મેચમાં પહોંચી ચૂકી છે. પ્રથમ સેમી ફાઇનલ મેચમાં ગુજરાત સામે તેઓએ જબરદસ્ત જીત મેળવી હતી. ધોનીની ટીમે આ સિઝનમાં શાનદાર વાપસી કરી હોય તેવું કહી શકાય છે. હવે ફાઇનલમાં જબરદસ્ત ટક્કર થશે પરંતુ આ પહેલા એક ખરાબ અને મોટા સમાચાર પણ સામે આવ્યા છે.

ગુજરાત સામેની મેચમાં આપણે જોયું હતું કે ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતી વખતે 172 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગુજરાતની ટીમ ફક્ત 157 રન બનાવી શકી હતી. જેથી ચેન્નાઇને જીત મળી છે. આ મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ અમ્પાયર સાથે અવનવી હરકત કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે બીસીસીઆઇ દ્વારા તેને દંડ ફટકારવામાં આવશે તેવા સમાચાર મળ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની પર હાલમાં આ ખેલાડીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ધોનીએ અમુક મિનિટો સુધી અમ્પાયરને મૂંઝવણમાં મૂક્યા હતા. જેથી ચેન્નાઇને ઘણો લાભ થયો છે આવું પણ કહ્યું છે. તેણે ટ્વિટ કરીને ધોની પર મોટો આરોપ લગાવ્યો છે. તેને ફાઇનલ મેચમાંથી પણ બહાર થવું પડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે અને સમગ્ર મામલો જાણીએ.

તમને જણાવી દઇએ કે ગુજરાતની બેટિંગની 16 મી ઓવર દરમિયાન ધોનીએ મથીષા પથિરાનાને બોલીને કરવા માટે બોલાવ્યો હતો પરંતુ અમ્પાયરે તેને બોલિંગ કરવાની ના કહી હતી કારણ કે પથિરાના થોડા સમય પહેલા મેદાનની બહાર ગયો હતો. જેથી નિયમ અનુસાર બહાર ગયેલા બોલર મેદાનની અંદર આવ્યા બાદ 10 મિનિટ સુધી બોલિંગ કરી શકે નહીં. આ બાબતે ધોનીએ અમ્પાયર સાથે દલીલ કરી હતી

ધોની અને અમ્પાયરના ઝઘડા બાબતે હાલમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે જણાવ્યું છે કે ધોનીએ આજે તેની હાજરીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે. તેણે અમ્પાયરને 4 મિનિટ સુધી મુંઝવણમાં મૂક્યા હતા. જેથી પથિરાનાને બોલિંગ કરવાની તક મળી હતી. અમ્પાયર પણ પરિસ્થિતિને કાબુમાં લાવવાને બદલે હસી રહ્યા હતા. આ બેઇમાની અને રમતની ભાવના સાથે ખીલવાડ થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *