નોકરી પરથી પરત ફરી રહેલી યુવતીના હાથમાંથી ફોન ઝૂંટવીને બાઈક ઉપર આવેલા બે ચોરો ફરાર

Views 101

કલોલમાં રહેતી યુવતી નોકરી ઉપરથી ઘરે પરત જઈ રહી હતી. તે સમય દરમિયાન બાઇક ઉપર આવેલા બે ચોરોએ યુવતી ફોન ઉપર વાત કરતી હતી. તે સમયે તેના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર મામલે ગુનો કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતી દીપિકાબેન બાબુભાઈ કોવીડ જેઓ કલોલ વર્કશોપ પાસે આવેલા સ્માઈલ શોરૂમમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરી ગુજરાત ચલાવે છે. દીપિકા તેમજ તેની મિત્ર ગઈકાલે સાંજના સમયે પોતાની નોકરી ઉપરથી ઘર તરફ જઈ રહ્યા હતા. દીપિકાને ફોન ઉપર વાત ચાલતી હતી, તે સમય દરમિયાન અચાનક જ પાછળથી આવેલા બે અજાણ્યા માણસો મોટરસાયકલ ઉપર પાછળ બેઠેલા ઈસમે દીપિકાના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો.

કલોલ ત્રણ આંગળી સર્કલ બાજુ આ બંને બાઈક ઉપર આવેલા ચોરો ફોન ઝૂંટવીને એ બાજુ નીકળી ગયા હતા. દીપિકાને તેનો બાઈકનો નંબર જોવા મળ્યો ન હતો, પરંતુ તે ચોરોની અંદાજિત 25 વર્ષ તેમજ સરદારજી જેવા લાગતા હતા. જેમાં બાઈકની પાછળ બેઠેલા ઈસમે શર્ટ તેમજ પેન્ટ પહેર્યું હતું. તેવું વર્ણન દીપિકાએ ચોરોનું કર્યું હતું. જેથી કલોલ શહેર પોલીસે આ બે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *