અમીરગઢ ચેકપોસ્ટ પરથી ત્રણ શખ્સો બે રિવોલ્વર સાથે ઝડપાયા, લૂંટના ઇરાદે યુપીથી આવતા હતા

Views 51

અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાન ઉત્તર પ્રદેશથી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવાના ઇરાદેથી પિસ્તોલ લઈ નીકળેલા પાંચ ઇસમો ઉત્તરપ્રદેશથી રાજસ્થાન પસાર થયા હતા અને ગુજરાતમાં પ્રવેશતાં અમીરગઢ ચેકપોસ્ટ ની પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા ની સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતિ એક કાર ઉપર સક જતા તેને રોકાવેલ હતી. આ દરમિયાન કારમાં સવાર પાંચ માંથી બે ઇસમો પોલીસને જોઈ ભાગી જતાં પોલીસે અન્ય ત્રણ ને પકડી કારમાં તપાસ કરતા તેમાં દેસી બનાવટની બે પિસ્તોલ અને એકવીસ કારતૂસ હતા. જેથી પોલીસ દ્વારા કારમાં બે પિસ્તોલ લઈ જતા પાંચ ઇસમો પૈકી ત્રણ ઇસમો ની અટકાયત કરવામાં આવેલ છે જ્યારે બે ઇસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા પકડાયેલ ઇસમો ની પોલીસ દ્વારા પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે એક ઇસમ મુંબઈ નોકરી કરતો હોઈ ઘરે આવી અન્ય ચાર મિત્રો ને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશ થી શેઠના ઘરે સોના ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવાના ઇરાદે કાર મા બે દેસી તમંચા અને 21 કારતૂસ લઈ મુંબઈ જવા નીકળ્યા હતા. ઉત્તરપ્રદેશ થી આવતા અમીરગઢ ચેકપોસ્ટ પર તેઓની અટકાયત કરવામાં આવી હતી ત્રણ ઇસમો અને ભાગી ગયેલ બે ઇસમો ઉપર ગુનો નોધી પકડાયેલ દેસી તમંચા બે સહીત કુલ 419500 નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલ બે ઇસમો ની પકડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *