પાટણના મોતીશાદરવાજા પાસે સામાન્ય બાબતે યુવાન પર ધારિયા વડે હુમલો, 10 સામે ફરિયાદ દાખલ

Views 56

પાટણ શહેરના મોતીશા દરવાજા પાસે આવેલ એક પાન પાર્લર પર 10 જેટલા ઈસમોએ એક ઇસમ પર હૂમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મોતીશા દરવાજા, ડોડીયાવાસ ખાતે રહેતાં ચિરાગકુમાર ઉર્ફે ચીક્કો પ્રવિણભાઇ ડોડીયા ખોડીયાર ચોકડી પાસે આવેલ પાન પાર્લર ઉપર બેઠા હતા ત્યારે ઠાકોર અલ્પેશજી રહે. અઘાર, પ્રજાપતિ કનુ, રહે. પાટણ, ઠાકોર રૂપાજી રહે. અઘાર, ઠાકોર વિપુલ રહે. અઘાર અને ઠાકોર હકુભા રહે. અઘારવાળાઓ ત્યાં આવે અને કહેવા લાગેલ કે ચીક્કો કોનું નામ છે? ત્યારે ચીક્કાએ કહેલ કે શું હતું મારુ નામ ચીક્કો છે.

ઉપરોક્ત ઇસમો કહેવા લાગેલ કે બપોરે તું ક્રિકેટ રમીને પાછો આવતો હતો ત્યારે લાલા ઠાકોરની ગાડીમાં આગળ કેમ બેસવા માંગતો હતો તેમ કહી જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી ઠાકોર અલ્પેશજીએ પોતાના હાથમાં રાખેલ ધારીયુ ચિરાગભાઇને માથાના પાછળના ભાગે ધારયુ મારી ઇજાઓ પહોંચી હતી જ્યારે પ્રજાપતિ કનુએ લોખંડની પાઇપ બરડામાં મારી ચિરાગભાઇની પાસે રહેલો એપ્પલ કંપનીનો મોબાઈલ તોડી નુક્શાન કર્યું હતું. જ્યારે બીજા અજાણ્યા પાંચ જેટલા શખ્સોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ચિરાગભાઇએ ફરિયાદ આપતા પાટણ સીટી એ ડિવીઝન પોલીસે દશ ઇસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *