પાલનપુરના સોનાના વેપારી અને વડગામના મુમનવાસના નિવૃત્ત કંડકટરને ચેક રીટર્ન કેસમાં પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા કરી હતી. દાંતાના કુંડેલના હીરાભાઈ ધનાભાઈ પરમાર નિવૃત્ત થતા પાલનપુરમાં દુકાન ધરાવતા શ્રેણિક પ્રવિણચંદ્ર શાહને સોનુ ખરીદવા માટે રૂપિયા 15 લાખનો ચેક આપ્યો હતો. જે વેપારીએ વટાવી નાખ્યો હતો.
એક માસ સુધી સોનુ ખરીદી ન આપતા રકમ પરત માંગી હતી. આથી 16 જાન્યુઆરી 2019ના શ્રેણિક શાહે રૂપિયા 16,78,000નો ચેક હીરાભાઈને આપ્યો હતો. જે ચેક રીટર્ન થયો હતો. આ અંગેનો કેસ પાલનપુરની એડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા જજ સુનિલકુમાર શર્માએ ફરિયાદીના વકીલ એ.એન. શેરાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી શ્રેણિક શાહને એક વર્ષની સાદી કેદ અને 30 દિવસમાં રૂપિયા 20 લાખના ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.
નિવૃત્ત કંડકટરને એક વર્ષની સજા
અહેમદપૂરા મુમનવાસના ઇબ્રાહીમભાઇ પિરાભાઈ માંકણોજીયા ઉર્ફે મામા એ એસ.ટી.માં કંડકટર માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ હતી. શાહિદ ખાન અબ્દુલરહેમાન સિંધી તેમજ મહંમદ શફીક અબ્દુલ રહેમાન સિંધી સાથે ઘરેલુ સંબંધ ધરાવતા હતા. જેમણે મુમનવાસમાં જમીન રોકાણ કરવાના બહાને બંને ભાઈઓ પાસેથી રૂ.9,50,000 લઈ ગયા હતા. જે રકમ બંને ભાઈઓએ બહેનના લગ્ન પ્રસંગે પરત માગી હતી. જેનો આપેલો ચેક રિટર્ન થયો હતો. આ અંગેનો કેસ પાલનપુર પ્રથમ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એસ.કે.શર્માએ હેબ ની કોર્ટ માં ચાલી જતા ફરિયાદીઓના વકીલ એમ. એ. સૈયદ, અરમાન એમ. સિંધીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને ચેક રિટર્નના બંને કેસમાં ક્રમશઃ 1 વર્ષ ની સાદી કેદની સજા તેમજ આઠ માસની સજા કરવાનો હુકમ તેમજ બંન્ને અલગ અલગ કેસમાં વળતર પેટેની રકમ રૂપિયા 6,50,000/- તેમજ રૂપિયા 4,50,000/- અપાવવાનો હુકમ કર્યો હતો.