કેમ લારી ઉપર પૈસા અપાવેલા, તલવાર પાઇપથી યુવક ઉપર જીવલેણ હુમલો

Views 59

ઓઢવમાં નાસ્તો કર્યા પછી આરોપીઓ રૃપિયા આપતા ન હતા

બહુ ચરબી કરતો હતો કહી આડેધડ તલવારના ઘા મારી પાઇપના ફટકા માર્યા

ઓઢવમાં બે દિવસ પહેલા નાસ્તો કર્યા પછી કેટલાક શખ્સો રૃપિયા આપતા ન હતા જેથી યુવકે રૃપિયા અપાવ્યા હતા. જેની અદાવત રાખીને ગઇકાલે રાતે છ શખ્સોએ યુવક સાથે તકરાર કરી હતી અને આડેધડ તલવારના ઘા માર્યા પછી પાઇપના ફટકા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યાની કોશિષ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બહુ ચરબી કરતો  હતો  કહી આડેધડ તલવારના ઘા મારી પાઇપના ફટકા માર્યા, હવે પછી અમારી વચ્ચે આવીશ તો મારી નાખીશું 

નારોલમાં લાંભા મદિર પાસે રાધે રેસિડેન્સીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા રાહુલસિંહ દ્રગપાલસિંગ રાજપૂત (ઉ.વ.૩૨)એ  ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવ શ્રેયા રેસિડેન્સીમાં રહેતા પારસિગ ભદોરિયા તથા જતીન પારસિંગ ભદોરિયા અને સુંદર ભદોરિયા તેમજ આઝાદ  અને નિખિલ તેમજ રોહિત સામે ફરિયાદ નોંધાવી છેકે તા.૨૬ના રોજ ફરિયાદી ઓઢવ રિંગ રોડ ઉપર રાજીવનગરના નાકે મિત્રની સુનિલ અંડા ફ્રાઇની લારી ઉપર હાજર આ સમયે પારસિંગ અને તેમના મિત્રો જમીને પૈસા આપતા ન હતા જેથી યુવકે મિત્રનું ઉપારણું લઇને રૃપિયા અપાવ્યા હતા જે તે સમયે તેઓ બોલાચાલી કરીને જતા રહ્યા હતા.

ત્યારબાદ ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે ફરિયાદી યુવક તેમના મિત્રો સાથે ઓઢવ રિંગ રોડ ઉપર બેઠા હતા. આ સમયે બે બાઇક ઉપર ઉપરોક્ત છ શખ્સો તલવારો  તથા પાઇપ સાથે આવ્યા હતા અને પારસિંગે કહ્યું કે કાલે કેમ મારી પાસે ઇંડાની લારી ઉપર પૈસા આપાવીને  બહુ ચરબી કરતો હતો કહી ગાળો બોલીને યુવક કંઇ વિચારે તે પહેલા હુમલો કરીને માથા સહિત શરીરે આડેધડ તલવારના ઘા મારીને પાઇપના ફટકા માર્યા હતા, બુમાબુમ થતા લોકો એકઠા થયા હતા જતા જતા આરોપીઓએ ધમકી આપી હતી કે આજે તો બચી ગયો છે હવે પછી અમારી વચ્ચે આવીશ તો જાનથી મારી નાંખીશુ. આ બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યાની કોશિષ તથા રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ  કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *