થરાદમાં કેટલાક શખસોએ મહીલા સાથે ફોનમાં વાતચીત કરાવી પૈસા પડાવવા માટે થરાદના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવીને મળવા માટે બોલાવી અપહરણ કર્યુ હતું. ત્યારબાદ 30 લાખ રૂપિયાની માંગણી કરી લોખંડની પાઇપ વડે માર મારી દુષ્કર્મની ફરિયાદ નોંધાવાની ધમકી આપી કેનાલમાં નાખવાનો પ્રયાસ કરી બીવડાવીને પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વેપારીના મોબાઇલ નંબર તથા કરેલ કોલ ફોનમાંથી ડીલેટ કરી પુરાવા નાશ કર્યા હતા. પોલીસે વેપારીની ફરિયાદના આધારે મહિલા સહિત પાંચ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વેપારીને હનીટ્રેપમાં ફસાવીને મળવા માટે બોલાવી અપહરણ કર્યુ
થરાદ માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા એક ગામડાના 33 વર્ષના વેપારીને ગત તા.19 ફેબ્રઆરીના રોજ બપોરના સુમારે મોબાઇલમાં વેડલાની સીતા પ્રજાપતિ નામે એક છોકરીએ ફોન કરીનેતેની જાળમાં ફસાવતા વેપારી થરાદ – મીઠા રોડ ઉપર આવેલી કોલેજ પાસે સાંજના ચારેક વાગ્યે સોમવારે બાઇક લઈને ગયો હતો ત્યાં આવેલી કારમાંથી ઉતરેલા એક શખસે બાઇક ઊભું રખાવી, તુ મારી સંબંધી સીતા પ્રજાપતિ સાથે કેમ વાત કરે છે, તુ વાત કરે છે એના લીધે એનુ સગુ તુટી ગયેલ છે, અને તેનો અમે ત્રીસ લાખ દંડ ભર્યો છે એટલે તારે ત્રીસ લાખ આપવા પડશે તેવી વાત કરી કારમાં નાખી લફરૂ કર્યું છે.
વેપારી પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી
એટલે તારે રૂપિયા આપવા પડશે તેમ કહીને માર મારી મેઈન કેનાલ ઉપર લઇ ગયા હતા. જ્યાં આવી પહોંચેલા તેમનું બાઇક લઈ જનાર સહીત ચારે જણા રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે મીઠા રોડથી કેનાલ ઉપર આશરે એકાદ કિલોમીટર દુર કેનાલ ઉપર લઇ જઇ 30 લાખ, 15 લાખ અને અંતે 10 લાખની માંગણી કરી હતી.જો કે પૈસા આપવાની ના પાડતાં તેમની પાસેની લોખંડની અને પ્લાસ્ટિકની પાઇપથી આડેધડ માર મારી અપશબ્દો બોલ્યા હતા. ત્યાર પછી કેનાલમાં નાખવાની તેમજ છોકરી પાસે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપવા છતાં વેપારીએ મચક આપી ન હતી.