તાલુકાના કુકમા ગામે લગ્નના રીસેપ્શનમાં ભેગા થયેલા 17 મહેમાનો જુગાર રમતાં ઝડપાયા છે. કુકમાના વૈભવનગરમાં લાલજી વિઠ્ઠલદાસ ભટ્ટીના દીકરાના લગ્ન પ્રસંગે રીસેપ્શન યોજાયું છે. તેમાં આવેલા મહેમાનો વસંતભાઈ ભવાનજી રાઠોડના મકાનમાં ધાણી પાસા વડે નાણાંની હારજીતનો જુગાર રમે છે.
તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મકાન અંદરથી બંધ હતું દરવાજો ખોલાવીને પ્રવેશ કરતાં અંદર ગોળ કુંડાળું વાળીને 17 ખેલીઓ ધાણી પાસાનો જુગાર રમતા જોવા મળ્યા હતા.જેથી ખેલીઓ ભરત હિંમતલાલ વાણંદ (ગણેશનગર, ભુજ),દિલીપ ધનજીભાઈ વાણંદ (દેશલપર(ગું), નખત્રાણા),અનિલ ચમનભાઈ રાઠોડ (નાગલપર, નખત્રાણા),મયૂર હિંમતલાલ વાણંદ (મિરજાપર, ભુજ),ઉમેશ શંકરલાલ વાણંદ (દેવ૫૨ યક્ષ, નખત્રાણા),હરેશ ગાભુભાઈ વાણંદ (ગણેશનગર, ભુજ), વિવેક દેવજીભાઈ રાઠોડ (મોટા કાંડાગરા, મુંદરા),દિવ્ય ભવાનભાઈ વાણંદ (સામત્રા, ભુજ),વિશાલ હંસરાજ વાણંદ (વૃંદાવન સોસા., નખત્રાણા),મહેશ હિંમતભાઈ વાણંદ (મિરજાપર, ભુજ)સંજય ગંગારામ ચૌહાણ (માનકૂવા, ભુજ),મયૂર મોહનભાઈ ચૌહાણ (૨ામ૫૨, માંડવી),રાજ દિનેશભાઈ રાઠોડ ( માનકૂવા, ભુજ),ભીખાલાલ લખમશી વાણંદ (રામપર, માંડવી),પરીન નવીનભાઈ વાણંદ (ગણેશનગર, ભુજ),અક્ષય કિશોરભાઈ રાઠોડ (દેશલપર, ભુજ) અને દેવજી મંગલભાઈ વાણંદ (૨ામ૫૨, માંડવી) વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા હતા. પડમાંથી તેમજ અંગજડતીમાંથી મળેલાં કુલ 62 હજાર 800 રોકડા રૂપિયા તેમજ 85 હજારના મૂલ્યના 17 મોબાઈલ ફોન મળી 1 લાખ 47 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે.
કેમ્પ એરિયામાં બે જુગારી જબ્બે
ભુજ બી ડિવિઝન પોલીસે કેમ્પ એરિયામાં પીરવાળી શેરીમાં દરોડો પાડી જુગાર રમતા આ વિસ્તારના ફિરોઝ ઇબ્રાહિમ સમેજા અને રિયાઝ નૂરમામદ સબધિયાને ઝડપી રોકડા અને 6 હજારના મોબાઈલ મળી કુલ 10,300 નો મુદામાલ કબ્જે કર્યો હતો.