ભીલડી માર્કેટયાર્ડના વેપારીનો રાયડો બારોબાર વેચી 41.58 લાખની છેતરપિંડી

Views 111

ડીસાના ભીલડી માર્કેટયાર્ડના વેપારી પાસેથી ત્રણ ટ્રક રાયડો મંગાવી વાયદા વેપારનો ધંધો કરતા પાટણના સરસ્વતી તાલુકાના જેસંગપુરાના શખ્સે ડીસા અને દિયોદરના વડીયાના બે વેપારીઓની મદદથી ખોટા બીલ બનાવી રૂપિયા 41.58 લાખ બે વેપારીઓના ખાતામાં નંખાવી દીધા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગેની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાવી હતી.

ડીસાના ભીલડીમાં શ્રી મોરારજી દેસાઈ સબયાર્ડમાં પેઢી ધરાવતા નવી ભીલડીના મેહુલકુમાર દેવચંદભાઈ દવે ભીલડી બજારમાં અનાજ કઠોળ તેલીબિયાના દલાલ તરીકે કામ કરતા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જેસંગપુરાના કમલેશકુમાર જોશી સાથે છેલ્લા પાંચ વર્ષથી વાયદા વેપારનો ધંધો કરતા હતા. જેમણે તા. 24 ડિસેમ્બર 2022ના દિવસે વોટ્સએપ પર વેપારના ભાવ મુકતા મેહુલકુમારે રૂપિયા 15,24, 2 89નો 24 ટન રાયડો ટ્રક નંબર જીજે. 24. એક્સ 3891માં મોકલાવ્યો હતો.

તારીખ 27 ફેબ્રુઆરી 2022ના રોજ રૂપિયા 15,51,167નો 24 ટન રાયડો ટ્રક નંબર જીજે. 09. એક્સ. 9607માં મોકલાવ્યો હતો અને તારીખ 3 જાન્યુઆરી 2023 ના દિવસે રૂપિયા 10,83,766નો 17 ટન રાયડો ટ્રક નંબર જીજે. 24. એક્સ. 3891માં ભરી મોકલાવ્યો હતો. જેના નાણાં દસ થી 12 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો.

જોકે, કમલેશકુમાર જોશીએ કુલ રૂપિયા 41,58,922નો 65 ટન રાયડો એ.એસ માર્કેટયાર્ડ ડીસાના અરુણ કોર્પોરેશનના માલિક સંપતરાજ મૂળચંદજી જૈન અને યસ એન્ટરપ્રાઇઝના માલિક દિયોદરના વડીયાના મહેશભાઈ પરખાજી માળીની મદદથી ખોટા જીએસટી ઇન્વોઇસ બિલો બનાવી રાયડો ચંડીસર જીઆઇડીસીમાં વેચી નાણાં બંન્ને વેપારીઓના બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા. બાર દિવસ બાદ નાણાંની ઉઘરાણી કરતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે મેહુલકુમાર દવેએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વેપારીએ ચંડીસર જીઆઇડીસીમાં તપાસ કરતા તથ્ય સામે આવ્યું
12 દિવસના વાયદા પછી મેહુલભાઈએ નાણાંની ઉઘરાણી કરતાં કમલેશભાઈ જોશીએ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. અને ઘરે પણ હાજર મળતા ન હતા. આથી મેહુલભાઈ ચંડીસર જીઆઇડીસીમાં આવેલી વૈષ્ણોદેવી ઓઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જઈ તપાસ કરતાં રાયડો વેચાઈ ગયો હોય અને તેના નાણાં સંપતરાજ અને મહેશભાઈના બેંક ખાતામાં જમા કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *