PSI બનવા બનાવટી કોલ લેટર બનાવનારી યુવતીની ધરપકડ

Views 162

શિક્ષિત બેરોજગાર યુવતીએ પીએસઆઇ બનવા ખોટો નિમણૂંકપત્ર બનાવી કરાઇ પોલીસ અકાદમી ખાતે રૂબરૂ પહોંચી ગઇ હતી. જ્યારે તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, યુવતી દ્વારા બનાવટી લેટર બનાવાયો છે. જેને લઇ ડભોડા પોલીસ મથકમાં ગત મંગળવારે યુવતી સામે ગુનો નોંધાયો હતો. આ યુવતીએ ડભોડા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ધારા ગીરીશકુમાર જોશી (રહે, વેજલપુર, અમદાવાદ. મૂળ, જસદણ, રાજકોટ)ને લેડી સિંઘમ બનવાની ઇચ્છા હતી. પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સફળ થઇ ન હતી. જેને લઇ ધારાએ પોતાની ઇચ્છા પુરી કરવા માટે સ્વહસ્તાક્ષરમાં એક નિમણુંક પત્ર બનાવી દીધો હતો અને કરાઇ પોલીસ અકાદમી ખાતે હાજર થવા પહોંચી ગઇ હતી. હાજર પોલીસ કર્મચારીને શંકા જતા ઉપરી અધિકારીઓને જાણ કરાયા પછી ધારા સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *