પાલનપુરમાં ગવર્નેમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારે અનેક વાહનોને અડફેટે લીધા, પોલીસે કાર રોકી તલાશી લીધી તો દારૂ મળી આવ્યો

Views 116

બનાસકાંઠામાં અમીરગઢ તરફથી રાજસ્થાનમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડતા બે શખ્સો ઝડપાઈ ગયા છે. દારૂ ભરીને બેફામ ગાડી ચલાવતા કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. જે બાદ પાલનપુરપોલીસે દારૂ ભરેલી કાર સહિત બે શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે લોકો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. જે અંતર્ગત આજે એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી સીઆજ કાર રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસી હતી. આ બેફામ બનેલા કારચાલકે ખેમાણા ટોલટેક્સ પરથી પસાર થયો હતો તે સમયે પેટ્રોલિંગમાં ઉભેલા પોલીસ રોકાવાનો પ્રયાસ કરતા કારચાલક ગાડી ઉભી રાખી નહોતી. જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન આ કારચાલક ત્યાંથી આવી ગઠામણ સર્કલ પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક બાઈક અને બે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં એક રીક્ષા ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ પોલીસે આ કારને ઝડપી પાડી હતી અને કાર ચાલક હિતેશ મહેરીયા અને જગદીશ પરમાર ગાડીમાંથી બહાર કાઢી તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને દારૂ સહિત કુલ 5.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારચાલક સહિત બંને ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ આબુરોડ ખાતેથી વકીલ નામના વ્યક્તિ પાસેથી આ દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *