ગાંધીનગરના ચંદ્રાલાથી લકઝરી બસમાંથી પિસ્તોલ,તમંચો અને 42 કારતૂસ સાથે બે મુસાફરો ઝડપાયા

Views 107

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન નાથદ્વારાથી વડોદરા તરફ જતી લકઝરી બસમાંથી એક પિસ્તોલ, એક દેશી બનાવટનો તમંચો તેમજ 42 જીવતા કારતૂસ સાથે બે મુસાફરોની ચીલોડા પોલીસે ધરપકડ કરી કુલ રૂ. 50 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ ઉપર ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ.આર. અસારીની ટીમ નિત્યક્રમ મુજબ નાકાબંધી કરીને હિંમતનગર તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન હિંમતનગર તરફથી લેકસીટી ટ્રાવેલ્સની બસને ઈશારો કરીને ઉભી રાખી દેવામાં આવી હતી.બાદમાં ડ્રાઈવર કંડકટરને સાથે રાખીને નાથદ્વારા રાજસ્થાનથી વડોદરા સુધી જતી બસમાં બેઠેલા પેસેન્જરોના સામાનની તલાશી શરૂ કરાઈ હતી. ત્યારે પાછળની સીટમાં બેઠેલા બે ઈસમો પોલીસને જોઇને શંકાસ્પદ હિલચાલ કરવાં લાગ્યાં હતાં. જેનાં પગલે પોલીસ બંનેની પાસે જઈને સામાન ચેક કરવા લાગી હતી. જેથી બંને સામાન ચેક નહીં કરવા ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા.

જેથી પોલીસે બંનેના નામઠામ પૂછતાં તેમણે પોતાના નામ રાહુલ પ્રેમપાલસિંહ ચૌધરી (જાટ) અને હરેન્દ્ર ચૌધરી (જાટ) ( બન્ને રહે.ગામ-હતોલી નિર્મલ, અતરોલી, જી.અલીગઢ ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે રાહુલના થેલાની તલાશી લેતાં એેક પિસ્તોલ અને હરેન્દ્રકુમાર ચૌધરીના થેલામાંથી દેશી હાથ બનાવટનો તમંચો તેમજ અલગ અલગ સાઇઝનાં 42 નંગ જીવતાં કારતૂસ મળી આવ્યા હતા.

આ અંગે બંનેની કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં ઉક્ત હથિયારો અલીગઢ ઉત્તરપ્રદેશ ખાતેથી ગોલુકુમાર (રહે.ગડીયા) પાસેથી લઈને રાજકોટ ખાતે રહેતા શ્યામ આહિરને ડીલીવરી કરવા માટે જતાં હોવાની વધુમાં કબૂલાત કરી હતી. હાલમાં આ હથિયારો શ્યામ આહિરે આત્મરક્ષણ માટે મંગાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામતાં પોલીસે હથિયારો, કારતૂસ તેમજ મોબાઈલ સહિત કુલ રૂ. 50 હજાર 200 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *