ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ

Views 128

સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ભુજ, બુધવાર:

કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યાર સુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૮મા રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વનો બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ ૨૦૨૨-૨૩ દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો‌ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધાર, ગુજરાત ટુરિઝમના એમડી શ્રી આલોક પાંડે, જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ �

પત્રકાર: જાવેદશા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *