સેક્ટર 4માં છરી બતાવી યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ થતાં ફરિયાદ

Views 121

શહેરના ગ 1 સર્કલ પાસે આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસમાં નોકરી કરતા યુવકે છરી બતાવી યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ સીસીટીવીમાં કેદ થઇ જવા પામ્યો છે. આ બાબતે યુવતીએ અપહરણ અને છેડતી બાબતની મહિલા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સંગીત સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે.

જ્યાં અનેક યુવક યુવતીઓ ક્લાસીસમાં તૈયારી અર્થે આવતા હોય છે. ત્યારે આ ક્લાસીસમાં નોકરી કરતા યુવક દ્વારા એક પરિચિત યુવતીને બપોરના સમયે ક્લાસીસની બહાર છરી બતાવવામાં આવી હતી અને યુવતીને ઉચકીને એક્ટીવા ઉપર બળજબરી બેસાડી લઇ જવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ યુવતીએ ઉઠાવી જવા આવેલા યુવકનો પ્રતિકાર કરતા યુવક યુવતીને મુકી તેનુ વાહન લઇને ફરાર થઇ ગયો હતો. યુવક અને યુવતી એક બીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવક યુવતી સાથે લગ્ન કરવાનો ઇરાદો રાખતો હતો.

પરંતુ યુવતી તેની સાથે જવા તૈયાર ન હતી. જેથી યુવકે તેને પામવા માટે ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બાબતે યુવતીએ યુવક સામે અપહરણ અને છેડતી બાબતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પીઆઇ યુ.એસ.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે છેડતીનો વિડીયો વાઇરલ થયો છે, તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *