ફટાફટ બોલનારાઓની લવલાઈફ હોય છે ધી બેસ્ટ

Views 99

રોજે નવા-નવા લોકોના સંપર્કમાં આવવા અને રિલેશન મેન્ટેન કરવા માટે હવે ઘણાં બધા સોશિયલ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. અહીં ઘણાં લોકો એવા હોય છે. જે પોતાની લવ લાઈફ કેવી રીતે વધારે સારી બને અથવા તો ડેટિંગની તકો વધારે કેવી રીતે મેળવી શકાય એ માટેની ટિપ્સ અને ટ્રિક્સ શોધતા હોય છે.
જેમાંથી મોટાભાગના લોકો સેલ્ફ ગ્રૂમિંગ અને પર્સનાલિટી ડેવલપ કરવાના પ્રયત્નોમાં લાગી જાય છે. જો કે આ બધાની વચ્ચે એક વાત ખાસ યાદ રાખવી રહી કે કોમ્યુનિકેશન સૌથી મોટું ફેક્ટર હોય છે. તેથી જ તો આપણામાં કહેવત છે કે ને ‘બોલે એના બોલ વેચાય’ અને એ જ રીતે એમ પણ કહેવાય છે કે ‘બોલે અને પૈસા પડી જાય.’એટલે કે બોલવાની છટા બહુ અગત્યની ભૂમિકા ભજવે છે.
એક નવાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઝડપથી બોલે છે એમની લવ લાઈફ વધારે સારી હોય છે. અન્ય લોકોની સરખામણીએ એમના લવ પાર્ટનર્સ વધારે હોય છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓને તરત પ્રતિક્રિયા આપનારા પુરુષો વધારે ગમે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ફાસ્ટ ચેટ-અપ લાઇન્સ પુરુષોની હોશિયારીનું પ્રદર્શન કરે છે.
આ પહેલાનાં એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જૂઠું બોલતાં લોકો અટકી અટકીને બોલે છે કારણ કે એમને પોતાની વાતમાં કોઈ ભૂલ ના થાય એવો ડર હોય છે. મહિલાઓ એવા પુરુષો પ્રત્યે આકર્ષાય છે. જેમનો અવાજ ધીમો હોય પરંતુ ઊંચા અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હોય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *