માણસાનાં માણેકપુર નજીક પીકઅપ ડાલાએ મોપેડને અડફેટે લીધું, ત્રણ સગીર પૈકી છ વર્ષના માસુમનું મોત

Views 127

માણસાનાં અંબોડથી માણેકપુર તરફ જતા રોડ ઉપર શુક્રવારે મોડી સાંજે ઓરેવા મોપેડને પીકઅપ ડાલાનાં ચાલકે પોતાનું ડાલું પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં મોપેડ સવાર ચૌદ વર્ષીય બે સગીરને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે છ વર્ષીય સગીરનું કરૂણ મોત થયું છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

માણસાનાં અંબોડથી માણેકપુર તરફ જતાં રોડ ઉપર પીકઅપ ડાલાના ચાલકે પોતાનું ડાલું પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારી ને ઓરેવા મોપેડને અડફેટે લેતાં છ વર્ષના માસુમનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું છે. જ્યારે ચૌદ વર્ષના બે સગીરો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

માણસાનાં માણેકપુર ગામમાં રહેતાં ચૌદ વર્ષના ગિરિરાજસિંહ અનોપસિંહ બીહોલા, જયરાજસિંહ રાજેન્દ્રસિંહ બીહોલા તેમજ છ વર્ષનો યશરાજસિંહ બળવંતસિંહ બીહોલા આજે સાંજના સમયે ઓરેવા મોપેડ ઉપર નીકળ્યા હતા. ત્યારે અંબોડ થી માણેકપુર તરફ જતાં રોડ ઉપર પીકઅપ ડાલા (નંબર – GJ-13v – 5809)ચાલકે પોતાનું ડાલું પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારીને મોપેડને અડફેટે લીધું હતું.

આ અકસ્માત સર્જાતા ત્રણેય કિશોર મોપેડ પરથી ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેનાં કારણે ત્રણેયને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયની સારવાર શરૂ કરી દેવાઈ હતી. જો કે છ વર્ષના યશ રાજસિંહનું ટૂંકી સારવાર દરમ્યાન કરૃણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં માણસા પોલીસે સિવિલ પહોંચીને વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *