લાંભા વોર્ડમાં ડિગ્રી વગર પ્રેકિટસ કરતા ૧૦ બોગસ ડોકટરના દવાખાના સીલ

Views 133

દક્ષિણ ઝોન હેલ્થ વિભાગે છ ટીમો બનાવી કાર્યવાહી કરી

રજિસ્ટ્રેશન વગર એલોપેથી ટ્રીટમેન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા નારોલ પોલીસને લેખિત પત્ર મોકલાયો

 મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે છ ટીમની મદદથી લાંભા વોર્ડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંભા વોર્ડમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય વિસ્તારમાં રહેતા લોકોને એલોપેથી ટ્રીટમેન્ટથી સારવાર કરતા ૧૦ બોગસ ડોકટરના દવાખાના સીલ કરવામાં આવ્યા છે. આ તમામ બોગસ તબીબો સામે પોલીસ કાર્યવાહી કરવા વટવા અને નારોલ પોલીસને મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા લેખિત પત્ર પણ મોકલી આપવામાં આવ્યો છે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા શહેરીજનોને નળ,ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવાની સાથે પરિવહન અને આરોગ્યલક્ષી સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે. નાગરિકોને સારી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે એ હેતુથી શુક્રવારે શહેરના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહના માર્ગદર્શન હેઠળ છ ટીમ બનાવી તબીબી પ્રેકિટસ કરી રહેલા તબીબોની લાયકાતની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લાંભા વોર્ડમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં અનઅધિકૃત રીતે તબીબી પ્રેકટિસ કરી રહેલા દસ તબીબોના એકમને વિવિધ કારણોસર મ્યુનિ.તંત્ર દ્વારા સીલ મારવામા આવ્યા છે.

કયા-કયા બોગસ તબીબોના એકમ સીલ કરાયા?

 ૧. જનકલ્યાણ હોસ્પિટલ, રાજીવનગર

સીલ મારવાનું કારણ- બી.એચ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા હોવા છતાં વિઝીટ દરમિયાન એલોપેથી પધ્ધતિથી પેશન્ટને સારવાર આપતા હતા. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત એન્ટિ વિટામિન ઈન્જેકશનનો જથ્થો અને ડિલિવરી માટે યુઝ કરાતા સાધનો મળી આવ્યા હતા. બાયો-મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવ્યુ ન હતુ.

૨. સૌમિન ક્લિનિક, એકતાનગર રોડ    

સીલ મારવાનું કારણ- બી.એચ.એમ.એસ.ની ડીગ્રી ધરાવતા હોવા છતાં એલોપેથી પ્રેકટિસ કરવા ગુજરાત કાઉન્સિલનું અધિકૃત સર્ટિફિકેટ ન હોવા છતાં એલોપેથી સારવાર કરતા હોવાનુ માલૂમ થયુ હતુ. ક્લિનિકમાં ચેકિંગ સમયે દસ જેટલા બેડ જોવા મળ્યા હતા. ઉપરાંત ઈન્જેકશન, મલ્ટિ વિટામિન ઈન્જેકશનનો જથ્થો મળવાની સાથે બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન કરાવ્યુ નથી.

 ૩. નિસારભાઈ ઘાંચી, સદાની ધાબી

સીલ મારવાનું કારણ- કોઈપણ પ્રકારની ડિગ્રી ધરાવતા ના હોવાછતાં એલોપેથી પ્રેકિટસ કરતા જોવા મળ્યા હતા. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ, આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો-મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

 ૪. ગુરૂકૃપા ક્લિનિક, ભારતનગર રોડ

સીલ મારવાનું કારણ- ડોકટર એમ.પી.જાદવ બી.એ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા હોવા છતાં એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ગુજરાત કાઉન્સિલનુ કોઈ અધિકૃત સર્ટિફિકેટ ધરાવતા નથી. દર્દી માટેના બે બેડ જોવા મળ્યા હતા. અગાઉના દર્દીઓને આઈ.વી.ફલુઈડ ચઢાવેલ જોવા મળ્યુ હતુ. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનુ અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

૫. શિવાય ક્લિનિક, લક્ષ્મીનગરની બાજુમાં

સીલ મારવાનું કારણ- ડોકટર શ્વેતા યાદવ બી.એચ.એમ.એસની ડિગ્રી ધરાવતા હોવા છતાં એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ગુજરાત કાઉન્સિલનુ કોઈ અધિકૃત સર્ટિફિકેટ ધરાવતા નથી. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ,આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

 ૬ .રાજ ક્લિનિક, ભારતનગરની બાજુમાં

સીલ મારવાનું કારણ- શકુંતલાબેન સત્યનારાયણ શ્રીવાસ  કોઈપણ પ્રકારની મેડીકલ ડિગ્રી ધરાવતા ના હોવા છતાં એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ગુજરાત કાઉન્સિલનુ કોઈ અધિકૃત સર્ટિફિકેટ ધરાવતા નથી. ક્લિનિકમાં  ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ,આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

 ૭. શ્રી ગુરૂકૃપા ક્લિનિક, રંગોલીનગર

સીલ મારવાનું કારણ- ડોકટર સુપ્રિત પટેલ એ.આઈ.પી.એચ.સી.ની ડિગ્રી ધરાવતા હોઈ ગુજરાત કાઉન્સિલનું અધિકૃત રજીસ્ટ્રેશન ધરાવતા ના હોવા છતાં   વિઝીટ દરમિયાન એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ,આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા નહોતા.

 ૮. આયુષ્ય ક્લિનિક, રંગોલીનગર

સીલ મારવાનું કારણ- ડોકટર હેમંતભાઈ યાદવબી.એચ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા હોઈ ગુજરાત કાઉન્સિલનું અધિકૃત રજીસ્ટ્રેશન ધરાવતા ના હોવા છતાં   વિઝીટ દરમિયાન એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ,આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

 ૯. આયુષ્યમાન  ક્લિનિક, હાઈફાઈ ચાર રસ્તા

સીલ મારવાનું કારણ- ડોકટર પ્રદીપભાઈ નિગમ આર.એમ.પી.ની ડિગ્રી ધરાવતા હોઈ ગુજરાત કાઉન્સિલનું અધિકૃત રજીસ્ટ્રેશન ધરાવતા ના હોવા છતાં   વિઝીટ દરમિયાન એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ,આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

 ૧૦. રાજ ક્લિનિક, વૈશાલીનગર

સીલ મારવાનું કારણ-રઘુરાજ પાલ કોઈપણ પ્રકારની ડિગ્રી ધરાવતા ના હોવા છતાં     વિઝીટ દરમિયાન એલોપેથી પધ્ધતિથી દર્દીઓની સારવાર કરતા હતા. ક્લિનિકમાં ઈન્જેકશન ઉપરાંત આઈ.વી.ફલુઈડ,આઈ.વી.સેટ ઉપરાંત એન્ટિ બાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈપણ પ્રકારનું અધિકૃત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *