ડીસામાં બનાસપૂલ પર મોડી સાંજે ડમ્પર અને બોલેરો ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કલાકો સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો. જ્યારે બોલેરો ગાડીના માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં આજે મોડી સાંજે બનાસપુલ પર બોલેરો ગાડી અને ડમ્પર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જાનહાની ટળી હતી, પરંતુ બોલેરો ગાડીના માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. અકસ્માત સર્જતા જ પુલ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. સતત બે કલાક સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને આજુબાજુના સેવાભાવી લોકો આવી પહોંચ્યા હતા અને ટ્રાફિક ખૂલ્લો કરાવ્યો હતો.