સાર્ક બેઠકમાં ભારત-પાક. વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો

Views 63

ન્યૂયોર્કમાં આયોજીત સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કોર્પોરેશન(SAARC)ની બેઠકમાં ભારત-પાક. વચ્ચે તણાવપૂર્ણ માહૌલ જોવા મળ્યો. આ મીટિંગ દરમિયાન ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાક. વિદેશમંત્રી મહમૂદ કરેશી વચ્ચે વાતચીત થઇ નહી. તેના પર પાક. વિદેશમંત્રીએ નારાજગી વ્યક્ત કરી.
સાર્ક વિદેશમંત્રીઓની બેઠકમાં પોતાના સંબોધન બાદ સુષ્મા સ્વરાજે અન્ય વ્યસ્તતાનું કારણ આપી પાકિસ્તાનના વિદેશમંત્રીનું સંબોધન સાંભળ્યા વિના નિકળી ગયા. ખાસ વાત તે છે કે, સુષ્મા સ્વરાજ તેવા સમયે નીકળી જ્યારે પાકિસ્તાનના વિદેશમંત્રીનું ભાષણ થવાનું હતું.
જેના પર પાકિસ્તાનને મુશ્કેલી વ્યક્ત કરતા જણાવ્યું કે, સાર્કની પ્રગતિમાં જો કોઇ બાધક બની રહ્યો હોય તો તે એક દેશ છે. ભારતીય વિદેશ મંત્રીના નિવેદન પરની પ્રતિક્રિયામાં કુરેશીએ કહ્યું કે, ભારત ક્ષેત્રિય સહયોગની વાત કરે છે પરંતુ તે કેવી રીતે શક્ય છે જ્યારે દરેક બેસીને એકબીજાની વાત સાંભળી રહ્યાં હોય અને તમે તેને બ્લોક કરી રહ્યાં હોય.
ઉલ્લેખનિય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ભારતે પાકિસ્તાનની તરફથી પ્રસ્તાવિત વિદેશ મંત્રી સ્તરની વાતચીત રદ્દ થઇ હતી ત્યાર આ સિવાયની સાર્ક વિદેશમંત્રીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ભારત અને પાકિસ્તાન બંન્ને સભ્યો છે. તેવામાં અહીં સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી પણ હાજર હતા.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *