પાટણની એક્સીસ બેંકમાં ડી.ડી ચોરી કાંડમાં આસિ. મેનેજરને પોલીસે ઝડપી કોર્ટમાં રજૂ કર્યો, એક દિવસનાં રિમાન્ડ મંજૂર

Views 118

પાટણની એક્સિસ બેંકનાં સેલ્સ વિભાગનાં આસિસ્ટન્ટ મેનેજર દ્વારા બેંકનાં ઇસ્યુ થયા વિનાનાં ડીમાન્ડ ડ્રાફ્ટની ચોરી કરીને તેમાં વિજકપનીમાં1.01 ભરી દુરુપયોગ કરવાની ઘટનામાં પાટણ​​​​ બી-ડીવીઝન પોલીસે આરોપી આસિસ્ટન્ટ મેનેજર ધરપકડ કરી હતી પાટણની જ્યુડીસીયલ કોર્ટ માં રજૂ કરી એક દિવસ ના રિમાન્ડ માગ્યા હતા.

પાટણનાં શ્રીદેવ કોમ્પલેક્ષમાં આવેલી એક્સિસ બેંકનાં સેલ્સ વિભાગનાં આસિસ્ટન્ટ મેનેજર દ્વારા બેંકનાં ઇસ્યુ થયા વિનાનાં ડીમાન્ડ ડ્રાફ્ટની ચોરી કરીને તેમાં પાટણની વીજ કંપનીનાં રૂા.1.01 લાખની રકમ ભરી તેનો દુરુપયોગ કરવા બનાવની ફરિયાદ નોંધાતા પાટણ બી-ડીવીઝન પોલીસે આરોપી આસિસ્ટન્ટ મેનેજર પિયુષભાઇ તપોધનની ધરપકડ કરી હતી અને પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરતાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ બંને પક્ષોની રજુઆતો સાંભળીને આરોપી પિયુષભાઇને એક દિવસનાં રિમાન્ડ મંજુર કરી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *