ચૂલીપાણીમાં દીપડાએ હુમલો કરી પશુપાલકની શ્વાસનળી કાપી નાખી

Views 112

  • દર્દીની ગરદન તેમજ માથાના ભાગે 100 ટાંકા લેવા પડ્યા
  • પાલનપુર​​​​​​​ સિવિલના તબીબોએ અઢી કલાકની જહેમત બાદ જીવ બચાવ્યો

અમીરગઢ તાલુકાના ચૂલીપાણી ગામે ઉત્તરાયણના દિવસે બપોરના સુમારે પશુપાલક ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલા દીપડાએ હુમલો કર્યો હતો.ચૂલીપાણી ગામે રહેતા મોહનભાઈ કાનાભાઈ ગમાર ( 50) શનિવારે ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતા. ત્યારે દીપડો ત્રાટક્યો હતો. અને ગળા તેમજ માથાના ભાગે દાંત અને પંજાથી ગંભીર ઇજા કરી હતી. ઇજાગ્રસ્તને વીરમપુર 108ના પાયલટ ભવાનજી ઠાકોર અને ઇએમટી લલીત પરમારે સિવિલમાં સારવાર અર્થે ખસેડતાં જીવ બચ્યો હતો.

100 ટાંકા લેવાયા, હાલ વેન્ટીલેટર ઉપર
દીપડાએ તેના તિક્ષણ દાંત મોહનભાઇના ગળાના ભાગે ખૂંપાવી દીધા હતા. જેના કારણે શ્વાસનળી કપાઇ ગઇ હતી. માથાની ખોપડી પણ ચિરાઇ હતી. તબીબની ટીમે 100 ઉપરાંત ટાંકા લઇ તેમનો જીવ બચાવ્યો છે. હાલ તેઓ વેન્ટીલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે.

દર્દીને રિફર કરી શકાય તેવી સ્થિતિ ન હતી
દીપડાએ દર્દીની ગરદનમાં બચકું ભર્યુ હોઇ તેમની શ્વાસનળી કપાઇ ગઇ હતી. આ ઉપરાંત માથાની ખોપરીમાં પણ ગંભીર ઇજા થઇ હતી. એક તબક્કે દર્દીને અમદાવાદ રિફર કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, શ્વાસનળી કપાઇ ગઇ હોવાથી અમદાવાદ પહોચતાં સુધીમાં દર્દીનું મોત થઇ શકે તેમ હતુ. આથી ઇએનટી ડો. સાધનાબેન યાદવ, ડો. જલકબેન મોઢ, એનેસ્થેસીયા ડો.સંદિપ ચૌધરી તેમજ નર્સિંગ સ્ટાફે સતત અઢી કલાકની જહેમત કરી તેમનો જીવ બચાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *