ચંદ્રાલા પાસે ટ્રાવેલ્સ બસમાં 12 પાર્સલમાંથી દારૂ ઝડપાયો

Views 55

ચિલોડા-હિંમતનગર હાઈવે પર આવી રહેલી ટ્રાવેલ્સ બસમાંથી દારૂ ભરેલું પાર્સલ મળી આવ્યું હતું. ચિલોડા પોલીસનો સ્ટાફ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગમાં હતો. ત્યારે હિંમતનગર તરફથી ખાનગી બસ આવી હતી. પોલીસે બસ રોકાવીને ચેકિંગ કરતાં સામાન મુકવાની પાછળની ડેકીમાંથી 12 પાર્સલ મળ્યા હતા. શંકાસ્પદ પાર્સલ અંગે ડ્રાઈવર-કંડક્ટરને પૂછતાં નાથદ્વારા પાસે રાજભોગ હોટલ ખાતેથી રમેશ મેઘવાલા નામના શખ્સે પાર્સલ મુક્યા હોવાનું જણાવ્યું હતું.

પાર્સલ અમદાવાદ ખાતે પહોંચાડના હતા અને જેમાં પ્લાયવુડના પાટીયા હોવાનું કહેવાયું હતું. જેને પગલે પોલીસ શંકાના આધારે પાર્સલ ખોલતા અંદરથી પ્લાયવુડના 48 જેટલા પાટીયા તો મળ્યા હતા પરંતુ સાથે દારૂની નાની-મોટી 132 બોટલ મળી આવી હતી. જેને પગલે ચિલોડા પોલીસે 94,740ની કિંમતનો દારૂ અને 480ની કિંમતના પાટીયા જપ્ત કર્યા હતા. પોલીસે રમેશ મેઘવાલના નામના શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજસ્થાન તરફથી આવતી ખાનગી લક્ઝરી બસોમાં મોટાપાયે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચિલોડા પોલીસે વધુ એકવાર બસમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. યેનકેન પ્રકારે બુટલેગરો દ્વારા બસમાં દારૂ મગાવવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *