કલોલમાં દલિત સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે સામસામે પથ્થરમારો થયો; પોલીસે આવી મામલો થાળે પાડ્યો

Views 54

કલોલ રેલ્વે પૂર્વ આવેલા કલ્યાણ બેંકની પાસે બે જૂથો વચ્ચે પથ્થર મારો થયો હતો. જેમાં આજુબાજુના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. ઘટનાસ્થળે તાબડતોડ શહેર પોલીસ તાલુકા પોલીસ તેમજ જિલ્લા પોલીસ ટોળા ઉપર કાબુ મેળવવા માટે પહોંચી ગઈ હતી.

કલોલ રેલવે પૂર્વે આવેલા કલ્યાણ બેંક વિસ્તારમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં દલિત સમાજ તેમજ ઠાકોર સમાજ આમને સામને આવી ગયા હતા. જેમાં બંને જૂથો વચ્ચે પથ્થર મારો થયો. સ્થળ ઉપર ઉભી રહેલા કેબીનોમાં પણ તોડમ ફોડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ઠાકોર સમાજનો બુટલેગર જે દેશી દારૂનો ધંધો કરે છે તે રાજુજી બાબુજી ઠાકોરના કારણે ઝઘડો થવા પામ્યો હતો.

રાજુજી બાબુજી ઠાકોર ઉર્ફે રાજા બાબુના સાગરીતો દ્વારા અવારનવાર કલ્યાણ બેંક વાળા વિસ્તારમાં દાદાગીરીના બનાવો કરેલા છે. આ વખતે ઝઘડો થયા પાછળનું કારણ કોઈ છોકરીની છેડતી કરી હોવાનું પ્રાથમિક તબક્કામાં બહાર આવ્યું છે. રાજુજી બાબુજી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. દેશી દારૂના વેચાણનો દલિત સમાજ વિરોધ કરે છે. જે બાબતની અદાવત રાખી રાજુજી બાબુજી ઠાકોરના ઉર્ફે રાજા બાબુના સાગરીતો તેમજ દલિત સમાજના આગેવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે જ્યોત જોતામાં ઝઘડાનું મોટું સ્વરૂપ બની ગયું હતું. જેમાં બંને જૂથો વચ્ચે છુટા હાથનો પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં બંને પક્ષે નાની મોટી ઇજાઓ થવા પામી છે.

ઘટનાની જાણ થતા જ શહેર પોલીસ તેમજ તાલુકા પોલીસ તેમજ જિલ્લા પોલીસે ઘટનાસ્થળે ખડકલો કરી દીધો હતો. પોલીસે આવતાની સાથે જ ટોળાની વેરવિખેર કરી નાખ્યો હતો. અને ઘટનાસ્થળ ઉપર કાબુ મેળવી લીધો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *