મોંઘવારીના મુદ્દે કોંગી ધારાસભ્યો સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યા, ભાજપ નો કર્યો વિરોધ

Views 60

ખેડૂતોના મુદ્દાઓને લઈ કોંગ્રેસે ગઈકાલે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરીને સરકારને ઘેરવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહી હતી. આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈખલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. MLA ક્વાર્ટરથી લઈને વિધાનસભા સુધી આ સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું. મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ આ સાઈકલ રેલી વિધાનસભા સુધી પહોંચી ગઈ છે.
કોગ્રેસ સરકારને ઘેરવવામાં નિષ્ફળ
વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં પથ્થરમારો થયો હતો જેમાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો. પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ છે. દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે નિષ્ફળ રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *