ટ્રમ્પે 14.50 લાખ ડોલરના ચાઇનીઝ ઇમ્પોર્ટ પર 10% ટેક્સ ઝીંક્યો

Views 65

અમેરિકા અને ચીન વચ્ચે સાઇલન્ટ ટ્રેડ વોર ચાલી રહ્યો છે. બંને દેશોના સંબંધ છેલ્લાં એક વર્ષથી વધારે સમયથી વધુને વધુ વણસી રહ્યાં છે. છેલ્લાં થોડા મહિનાઓમાં બંને દેશોએ પોતાના વ્યાપારિક સંબંધોમાં એક બીજા પર અલગ અલગ આરોપો લગાવી ઉત્પાદકોની આયાત-નિકાસ પર બંને તરફ ટેક્સ વધારી રહ્યાં છે. ધ ગાર્ડિયન અખબારની માહિતી મુજબ ટ્રમ્પે સોમવારે 200 બિલિયન ડોલરની ચીનની પ્રોડ્કટ પર 10 ટકા ટેરિફ થોપી દીધો છે. આ ટેરિફ 24 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે અને આગામી વર્ષથી 25 ટકાના દરે વધી જશે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાને વચ્ચે સ્થિતિ વધુ બગડી શકે છે.
– સોમવારે વ્હાઈટ હાઉસે જાહેર કરેલાં નિવેદનમાં કહ્યું કે જો ચીને આ ટેરિફની પ્રતિક્રિયામાં કોઈ અમેરિકી વસ્તુઓ પર જવાબી કાર્યવાહી કરી તો અમેરિકા જવાબમાં 267 બિલિયન અમેરિકી ડોલરની ચીનની પ્રોડ્કટ પર વધુ ટેરિફની જાહેરાત કરી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *