અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિના સ્ટેટમાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે સોમવારે કેરોલિનાના નાના શહેરો છેલ્લાં 48 કલાકમાં થયેલા વરસાદના કારણે નાના ટાપુમાં ફેરવાઇ ગયા છે. અહીં છેલ્લાં 48 કલાકમાં 24 ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અહીંની મોટાંભાગની નદીઓના પાણીના સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યા હતા. લુમ્બર નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં 25 ફૂટ (300 ઇંચ) સુધી પાણી ભરાયા હતા. જે 2016માં આવેલા મેથ્યુ વાવાઝોડાંની સરખામણીએ એક ફૂટ વધારે છે. શુક્રવારથી અત્યાર સુધી ફ્લોરેન્સ વાવાઝોડાંમાં મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. નોર્થ કેરોલિનામાં પણ હવે વાવાઝોડાંના કારણે ઇતિહાસનું સૌથી વિનાશક પૂર આવવાની શક્યતાઓ છે. સ્થાનિક ઓથોરિટીએ સોમવારે અહીં 10 હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યું છે.
ટ્રક અને એસયુવી જેવા વાહનો પણ ડૂબ્યા, રેસ્ક્યૂ મુશ્કેલ
– નોર્થ કેરોલિનાના લ્યુમ્બર્ટનમાં આવતા મોટાંભાગના ટાઉનમાં હાલ પૂરની સ્થિતિ છે. રસ્તાઓમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રક અને એસયુવી જેવી કાર પણ ચલાવી શકાય તેવી સ્થિતિ નહીં હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન મુશ્કેલ બની રહ્યું છે.
– લ્યુમ્બર્ટનના મોટાંભાગના મકાનોમાં લોકોએ સ્થળાંતર કરવાનું ટાળ્યું હતું. તેઓના મકાનો હાલ કાદવવાળા પાણીમાં ફસાયેલા છે. આ શહેરમાં જ ફ્લોરેન્સ સૌથી પહેલાં ત્રાટક્યું હતું.
– ભારે પવન અને વરસાદ ઉપરાંત કેપ ફિઅર નદીનું જળસ્તર વધવાના કારણે અહીંના લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હાલ ફ્લોરેન્સ યુએસ નોર્થઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે.
US: ફ્લોરેન્સ વાવાઝોડાંમાં 32 નાં મોત, 48 કલાકમાં 300 ઇંચ વરસાદ
Views 86