વિધાનસભા ઘેરવાના પ્રયાસ,થ્થરમારામાં પોલીસકર્મી લોહીલુહાણ

Views 64

વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં પથ્થરમારો થયો હતો જેમાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો. પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ છે. દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયાં હતાં. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગી ધારાસભ્યો, ખેડૂતો અને કાર્યકરોએ વિધાનસભા તરફ સત્યાગ્રહ છાવણીથી માર્ચ કરી હતી.

પથ્થરમારો- કાર્યકરોએ પોલીસ વાહનના ટાયરની હવા કાઢી
વિધાનસભા તરફ માર્ચ કરતાં કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો અને ધારાસભ્યો કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં કેટલાક પોલીસકર્મી અને માર્ચ કરનાર ઘવાયા હતા. વિઘાનસભાને ઘેરવા જઈ રહેલા કોંગી કાર્યકરો સહિતનાઓની અટકાયત બાદ તેમને પોલીસ વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા. કેટલાક કાર્યકરોને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરાતાં કોંગી કાર્યકરોએ પોલીસ વાહનોના ટાયરની હવા કાઢી નાંખી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *