ઇન્દ્રભારતી બાપુએ સેવકને જમીન કરી પરત ,પણ ચેરિટી કમિશનરે લગાવી રોક

Views 214

જૂનાગઢમાં ભવનાથના રૂદ્રજાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ તેમની 27 વીઘા જમીન તેમને ભેટ આપનાર સેવકના પરિવારજનોને પરત કરવાનો નિર્ણય લીધો છે. શ્રાવણી અમાસે લીધેલા નિર્ણયમાં તેમણે 14 વર્ષ અગાઉ ભેટમાં અપાયેલી જમીનમાં ભેટ આપનાર સેવકના પરિવારની હાલની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ આ જમીન પરત આપવાનો નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણય સામે ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ સુઓમોટો રિટ લઇ આ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી દીધી છે. જેમાં જિલ્લા કલેક્ટરને આદેશ કરી રેવન્યૂ રેકર્ડમાં કોઇ સુધારા નહીં કરવા નિર્દેશ આપ્યો છે. સાથે સ્થાનિક ચેરિટી ઇન્સ્પેક્ટરને આશ્રમમાં જઇને તપાસ કરી મહંત ઇન્દ્રભારતી બાપુનું નિવેદન નોંધવા આદેશ આપ્યો છે. ચેરિટી કમિશનર દ્વારા કરાયેલી સુઓમોટો કાર્યવાહીમાં એવું જણાવાયું છે કે, આ રીતે જમીન પરત કરવી તે કાયદાકીય જોગવાઇમાં છૂટ આપવામાં આવી નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *